સમસ્યા:માળિયા સિટી સર્વે કચેરીમાં લાઈટ, ટેબલની વ્યવસ્થા ન હોઇ કર્મચારીઓ ઓટલે બેસીને કરે છે કામગીરી

માળિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચારેકોર છતમાંથી પાણી ટપકે છે, સાહિત્ય પલળી નાશ થઈ જશે તો જવાબદાર કોણ ?

માળિયાહાટીનામાં કાર્યરત સિટી સર્વેની કચેરી છેલ્લા દોઢ વર્ષથી જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. આ ઉપરાંત વ્યવસ્થાનો પણ અભાવ હોય જેથી અરજદારોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગેની મળતી વિગત મુજબ માળિયા હાટીનામાં સિટી સર્વેની કચેરી અત્યંત જર્જરિત હાલતમાં છે. અને ઓફીસમાં લાઈટ કે પંખાની પણ સગવડ નથી.

આ સાથે કર્મચારીઓ માટે ખુરશી કે ટેબલ કે પછી સાહિત્ય રાખવા માટે વ્યવસ્થિત કબાટ કે ટેબલો નથી. અને સાહિત્ય વેરવીખેર થઈ જાય છે.અને જ્યારે ગુરૂવારે આ કચેરી કાર્યરત હોય ત્યારે અરજદારો આવે છે. પરંતુ નાછૂટકે ઓટા પર બેસીને કર્મીઓને કામ કરવાની ફરજ પડે છે. તેમજ ચોમાસામાં પાણી પણ ટપકી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

રજૂઆતનું પરિણામ નહી
આ કચેરીને લઈ જૂનાગઢ સ્થિત ઉચ્ચકચેરીએ રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. જો વહેલીતકે નિર્ણય નહી લેવામાં આવે તો આ કચેરીમાં પડેલું સાહિત્યનો નાશ પણ થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...