તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરૂણતા:24 કલાકમાં પત્ની બાદ પતિનું પણ કોરોનાથી મોત

માળિયા હાટીના2 મહિનો પહેલા
  • કૉપી લિંક

માળિયા હાટીનામાં જૂની શાકમાર્કેટ પાસે લીમડા ચોક વિસ્તારમાં રહેતા ગોસ્વામી સમાજમાં 24 કલાકમાંજ પતિ-પત્નીના કોરોનાથી મોત થયા છે. માળિયા હાટીના ગોસ્વામી સમાજના સુરેશભાઇ જેન્તીભાઈ પરી (ઉ 40) અને તેમના પત્ની ભાવનાબેન (ઉ. 37) બંનેને કોરોના પોઝિટીવ આવ્યો હતો. પતિ-પત્ની બંને જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જેમાં 4 દિવસ પહેલાં ભાવનાબેનનું સારવાર દરમ્યાન મોત થયું હતું.

પત્નીના મોતના સમાચાર સાંભળીને સુરેશભાઇ પણ પત્નીનો વિરહ જીરવી ન શક્યા હોય એમ 24 કલાકમાં તેમનું પણ મોત થયું હતું. આમ પતિ-પત્ની બંનેના મોતને પગલે ગામમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી. બનાવની કરૂણતા એ છે કે, તેમના 7 વર્ષના પુત્ર દેવે માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. સુરેશભાઈના માસીના દીકરા નારણભારથી મોહનભારથીએ 7 વર્ષના દેવ અને સુરેશભાઈના 70 વર્ષિય માતા જયાબેનને પોતાને ઘરે લાવી તેમની જવાબદારી ઉઠાવી લીધી છે.

અન્ય સમાચારો પણ છે...