તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માગણી:વેરાવળથી ઉપડતી તમામ ટ્રેનને માળિયા સ્ટોપ આપો

માળિયા હાટીના24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર, મુબંઈ વિભાગને રજુઆત કરવામાં આવી

કોરોના કાળમાં મોટા ભાગની ટ્રેનો રદ કરાતા રેલ વ્યવ્યર સંપુર્ણ પણે બંધ કરાયો હતો. ત્યારબાદ સ્થિતી થાળે પડતા અમુક રૂટો ફરી શરૂ કરવામાં આવ્યા છે. જેથી વેરાવળથી ઉપડતી માળિયા હટીના આવતી તમામ ટ્રેનને માળિયા સ્ટોપ આપવા હિત રક્ષક સમિત્તી દ્વારા રજુઆત કરાઈ છે. માળિયા તાલુકો 69 ગામ ધરાવતો વિશાળ તાલુકો છે, અને ગીરનું પ્રવેશ દ્વાર પણ છે.

ઉપરાંત માળિયા ગામ નેશનલ હાઇવે રોડથી 5 કીમી અંદર આવેલું હોવાથી રેલવે સિવાય કોઈ આધાર નથી. તેમજ માંગરોળ મેંદરડા અને તાલાલા ત્રણ તાલુકાને જોડતો તાલુકો હોવાથી રેલવે સ્ટેશનને ઘી કેળા જેવી અઢળક આવક પણ છે. સોરઠ રેલવે પેસેન્જર હિત રક્ષક સમિતિના પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી, મંત્રી મગનભાઈ લાગણી, અને તા.પં. પ્રમુખ દિલીપભાઈ સિસોદિયા સહિતના આગેવાનો દ્વારા મુંબઈ વેસ્ટર્ન રેલવે અને ભાવનગર ડિવિઝનને પત્ર પાઠવી રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...