તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:માળિયા હાટીનાના બુધેચા અનામત જંગલમાં આગ

માળિયા હાટીના2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
 • માંગરોળ, ચોરવાડ ફાયર ફાઇટરે દોડી જઇ આગ બુઝાવી

માળિયા હાટીના તાલુકાના બુધેચા ગામ નજીક અનામત જંગલની ઘાસની વીડીમાં આજે આગ લાગી હતી. પરિણામે 5 થી 6 હેક્ટરમાં ઘાસ બળી ગયું હતું. ફાયર ફાઇટરની મદદથી આગ ઓલવવામાં આવી હતી.માળિયા હાટીના તાલુકાના બુધેચા ગામ નજીક વનવિભાગની માંગરોળ રેન્જની અનામત જંગલની વીડીમાં બપોરના સમયે એકાએક આગ લાગી હતી.

થોડીજવારમાં આગ ઝડપથી ફેલાવા લાગતાં ગ્રામજનોએ તાત્કાલિક આગ ઓલવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. દરમ્યાન વનવિભાગે ફાયર ફાઇટરને જાણ કરતાં માંગરોળ અને ચોરવાડની ફાયર ટીમોએ દોડી જઇ આગ બુઝાવી હતી. ત્યાં સુધીમાં અંદાજે 5 થી 6 હેક્ટરમાં ઘાસ બળી ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો