સિસ્ટમમાં ખામી!:વડિયા વકિલની કાર ઘરે હતી છતા પણ પીઠડિયા ટોલનાકા પર ફાસ્ટ ટેગ મારફત ટોલ ટેકસ કપાયો

વડીયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 6 માસથી આ ટોલનાકા પરથી કાર પસાર થઇ નથી છતા નાણા કપાતા પોલીસને આપી ફરિયાદ

વડીયાના એક એડવોકેટની કાર તેના ઘરે પડી હોવા છતા જેતપુરના પીઠડીયા ટોલનાકા પરથી ફાસ્ટ ટેગ મારફત ટોલ ટેકસ કપાતા આ બારામા તેણે જેતપુર પોલીસ મથકમા રાવ કરી છે. વડીયામા વસવાટ કરતા અને વકિલાતનો વ્યવસાય કરતા જયશ્રીબેન પારેખની જીજે 03 સીઆર 5046 નંબરની કાર છેલ્લા છ માસથી જેતપુર પાસે આવેલા પીઠડીયા ટોલનાકા પરથી પસાર થઇ નથી અને આ કાર પાછલા ઘણા દિવસથી તેના ઘર પાર્કિંગમા હોવા છતા તારીખ 24/6ના રોજ બપોરના સમયે ફાસ્ટટેગ મારફત ટોલ ટેકસ કપાતા તેઓ ચોંકી ઉઠયા હતા.

કાર ઘરે પાર્કિંગમા પડી હેાય છતા નાણા કપાયા
આ રીતે ટોલ ટેકસ કપાતા ટોલનાકાની સીસ્ટમ સામે પણ સવાલ ઉભા થયા છે. કાર ઘરે પાર્કિંગમા પડી હેાય છતા નાણા કપાતા હોવાથી સીસ્ટમમા કયાંક છીંડા દેખાઇ રહ્યાં છે. અને લોકોના નાણા આ રીતે પણ સુરક્ષિત ન હોવાનો અણસાર આવી રહ્યો છે. બીજા લોકો પણ આવી સમસ્યા ન ભોગવે તે માટે એડવોકેટ જયશ્રીબેન પારેખે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવા માટે જેતપુર તાલુકા પોલીસમા લેખિત ફરિયાદ આપી છે.

અન્ય સમાચારો પણ છે...