રજૂઆત:સોમનાથ-બાન્દ્રા ટ્રેનને માળિયા સ્ટેશન ઉપર સ્ટોપ આપવા માંગ

માળિયા હાટીના12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિત રક્ષક સમિતીએ જીએમ, ડીઆરએમને રજૂઆત કરી

માળિયા હાટીના રેલવે સ્ટેશન ઉપર બાન્દ્રા-સોમનાથ ટ્રેનને સ્ટોપ આપવા રજૂઆત કરવામાં આવી છે. માળિય સ્ટેશન રેલવેને ઘી, કેળા જેવી આવક ધરાવતું સ્ટેશન હોવા છતાં સ્ટોપ ન આપતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. સોરઠ રેલવે પેસેન્જર હિત રક્ષક સમિતિના પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી, મગનભાઈ લાડાની સહિતના આગેવાનોએ વેસ્ટર્ન રેલવેના જી.એમ. અને ભાવનગર ડી.આર.એમને પત્ર પાઠવી માંગણી કરી છે.

જેમાં જણાવ્યા મુજબ આ તાલુકામાં 69 ગામડા આવે છે. વળી માંગરોળ તાલાલા અને મેંદરડા તાલુકાને જોડાયેલ વિશાળ મથક છે. સાસણ ગીર અને સફારી પાર્ક નજીક છે તેમજ ગીરનું પ્રવેશ દ્વાર પણ ગાણાય છે. ઉપરાંત વેરાવળ નેશનલ હાઇવેથી માળિયા ગામ 4 કીમી અંદર આવેલું છે. જેના કારણે એસટી બસની અપૂરતી સગવડ છે. ત્યારે લાખો મુસાફરોને એક માત્ર રેલવેનો જ આધાર રાખવો પડે છે.

અન્ય સમાચારો પણ છે...