સોરઠ રેલવે પેસેન્જર હિતરક્ષક સમિતના પ્રમુખ અને પ્રવક્તાએ ભાવનગર રેલવેના ડીઆરએમને પત્ર પાઠવી જેતલસર થી ઢસા બ્રોડ ગેઈજ ટ્રોન દોડવવા માંગ કરવામાં આવી છે.
સોરઠ રેલવે પેસેન્જર હિત રક્ષક સમિતીના પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી અને પ્રવકતા મહેશભાઈ કાનાબાર દ્વારા ભાવનગર રેલવેના ડીઆરએમને પત્ર પાઠવી જેતલસરથી ઢસા સુધીની રેલવે લાઈનનું મીટર ગેઈજમાંથી બ્રોડ ગેઈજમાં પરિવર્તન થઈ ગયું છે અને આ લાઈન પર ટ્રાઈ પણ થઈ ચૂકી છે તો વહેલીતકે આ બ્રોડ ગેઈજ લાઈન પર ટ્રેન દોડાવવા માંગ કરાઈ છે. સાથે વેરાવળ- ભાવનગરની 2 ટ્રેન શરૂ કરવા માંગ પણ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.