તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ખેરા ગામે પડેલા ભારે વરસાદથી નુકસાન સામે વળતરની માંગ

માળિયા હાટીના17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 કલાકમાં 10 ઇંચ પાણી પડ્યું હતું

માળિયા હાટીનાના ખેરા ગામમાં ગત તા.1-09-2021ના રોજ માત્ર 3 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેના લીધે નાળા અને વોંકળાનું પાણી ખેતરોમાં ઘુસી જતા પાકને નુકસાન થયું હતું. જેનો સર્વે કરાવી વળતરની માંગ કરી છે.

ખેરા ગામમાં નાળા અને વોંકળાનું વરસાદી પાણી ખેતરોમાં પ્રવેશતા મોટા પ્રમાણમાં ઉભા પાકોને નુકશાન થયું હતું. અને ખેતરોનું ધોવાણ તેમજ ખેતરો ફરતે દિવાલો પડી ગઇ હોવાથી ખેતરોમાં પાણી ભરાતા સંપુર્ણ પાક નિષ્ફળ ગયો છે. જેથી ખેરા તાલુકા પંચાયત સદસ્ય તેમજ શાસક પક્ષના નેતા ભરતભાઇ આર ચુડાસમાં દ્વારા માળિયા હાટીના મામલતદારને લેખિતમાં રજૂઆત કરી છે. જેમા જણાવ્યા અનુસાર નુકસાનીનો સર્વે કરી સરકારના નિયમો મુજબ યોગ્ય વળતર ચૂકવવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...