તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકાર્પણ:ભંડુરીની શાળામાં ઉકાણી પરિવારે 30 લાખના ખર્ચે પ્રાર્થના હોલનું લોકાર્પણ

માળિયા હાટીનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

માળિયાના ભંડુરી ગામે વડોદરા સ્થિત અને ભંડુરીના વતનીએ ભંડુરી પ્રાથમિક શાળામાં પ્રાર્થના હોલ બનાવી આપ્યો છે. બાળકોના ભવિષ્યને ધ્યાને લઈ વતન પ્રેમ દાખવી રૂ.30 લાખના ખર્ચે નવ નિર્માણ પામેલા પ્રાર્થના હોલનું લોકાર્પણ કરાયું હતું. વડોદરા સ્થિત ઉકાણી પરિવાર ગામના સારા નરસા કોઈપણ પ્રસંગમાં અચૂક મદદગાર બને છે. ઊપરાંત આ પ્રાથમિક શાળામાં 10 કોમ્પ્યુટર તથા જામવાળી ગામની પ્રાથમિક શાળાને 1 કોમ્પ્યુટર પણ અર્પણ કર્યું હતું.

સાથોસાથ પરિવારના દ્વારા વૃક્ષા રોપણ પણ કરવામાં આવ્યું હતું. વિઠ્ઠલભાઇ ઉકાણીએ ગામનો આભાર માનતા જણાવ્યું હતું કે ગામે અમને સેવા કરવાનો મોકો આપ્યો તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો. જેમાં વિઠ્ઠલભાઈ ઉકાણી, જેન્તીભાઈ ઉકાણી અને હરીભાઈ ઉકાણી ત્રણેય ભાઈઓ ખાસ હાજરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...