પગલાં લેવા માંગ:માળિયાના આંબલગઢ ગામે પુલના કામમાં ભ્રષ્ટાચાર

માળિયા હાટીના4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખુદ જૂનાગઢના ધારાસભ્યે તપાસ કરી પગલાં લેવા માંગ કરી

માળિયા હાટીના તાલુકાના આંબલગઢ ગામે નદીમાં ચોમાસામાં દસેક ખેડૂતોને ખેતરે જવાનો રસ્તો બંધ થઇ જતો હતો. અહીં બનાવેલા પુલનું કામ નબળું થતાં તેમાં ગાબડા પડી ગયા છે. માળિયા તાલુકાના આંબલગઢ ગામે મેઘલ નદીમાં ચોમાસુ સીઝનમાં ભારે પાણીના પ્રવાહને કારણે અંદાજે દસેક ખેડૂતોને ખેતરે જવાનો રસ્તો બંધ થઈ જતો.

સ્થાનિક ખેડૂતોએ જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોષીને રજુઆત કરતાં તેમણે જિલ્લા વહિવટી તંત્રની ગ્રાન્ટમાંથી રૂ. 7 લાખ મંજુર કરાવ્યા હતા. જિલ્લા વહિવટી તંત્રની ગ્રાન્ટમાંથી 7 લાખ રૂપિયાના ખર્ચે નવો પુલ બનાવાયો હતો. પણ માત્રને માત્ર એકજ મહિનામાં આ પુલમાં ગાબડાં પડી ગયા છે. ઠેકઠેકાણે ખાડા પણ જોવા મળે છે. આ અંગે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોષીએ જણાવ્યું છેકે, આ પુલમાં લોટ-પાણીને લાકડાં જેવું ખુબજ નબળું કામ થયું છે. આ અંગે ઝીણવટભરી તપાસ કરવા ભીખાભાઈએ માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...