વિવાદ:દલિત સમાજને મંદિરમાં પ્રવેશ નહીં નું બોર્ડ લાગતા વિવાદ

માળિયા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પીએસઆઈ, ડીવાયએસપીએ સ્થળ પર પહોંચી પ્રવેશ કરાવ્યો, તપાસ શરૂ

માળિયાનાં પીખોર ગામે કાળ ભૈરવનાં મંદિર પાસેની દીવાલ પર જાહેર સુચનાનાં બોર્ડમાં 12 જાન્યુ.થી દલિત અને મેઘવાળ સમાજને મંદિરની અંદર કે પટાંગણમાં આવવું નહીં એવું બોર્ડ જોવા મળ્યું હતું. અને ગ્રામ પંચાયતનાં હૂકમથી લખેલું જોવા મળતા વિવાદ ઉભો થયો હતો. અને જુથળનાં ભરત સોંદરવાએ પોલીસને જાણ કરી હતી. અને પીએસઆઈ મંધરા, ડિવાયએસપી જે.બી.ગઢવી સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો અને દલિત સમાજનાં લોકોને સાથે રાખી મંદિરમાં પ્રવેશ કરાવ્યો હતો. અને આ લખાણ કોણે ? શા માટે લખ્યું ? તે અંગે જીણવટભરી તપાસ હાથ ધરી હતી. } તસવીર - મહેશ કાનાબાર

અન્ય સમાચારો પણ છે...