તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:નેશનલ હાઈવે ગડુ પાસે કોંગ્રેસે વિકાસ ખોજ અભિયાન અંતર્ગત રેલી યોજી

માળિયા હાટીનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગડુ તથા મેંદરડામાં કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારનો વિરોધ નોંધાવાયો

ગડુ-શેરબાગ નેશનલ હાઈવે પર કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકઠા થયાં હતા. તેમના દ્વારા પોસ્ટર અને બેનર સાથે વિકાસ ખોજ અભિયાન અંતર્ગત અભિયાન શરૂ કર્યું હતું. કોંગ્રેસ ધારાસભ્ય બાબુભાઈવાજાના અધ્યક્ષ સ્થાને પોસ્ટર બેનર સાથે સુત્રોચાર સાથે રેલી કાઢી સરકારને ઢંઢોળવાનો પ્રયત્ન કર્યો હતો. સામાન્ય લોકોનું જીવન અત્યારે ખુબ જ મુશ્કેલીથી પસાર થઈ રહ્યું છે. ત્યારે લોકોને પડતી મુશ્કેલીઓ ને વાચા આપવા માટે રેલીનું આયોજન કર્યું હતું.

જેમાં બાબુભાઈ વાજા, માલદેભાઈ પિઠિયા, રમેશભાઈ વાજા, ભરતસિંહ ભલગરીયા સહિતના કોંગી હોદેદારો જોડાયા હતા. મેંદરડા ખાતે મોંઘવારીએ માઝા મુકી છે અને વર્તમાન સરકાર ખર્ચે 5 વર્ષની ઉજવણી કરવા કાર્યક્રમો આપી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના જન અંધકાર અભિયાન હેઠળ મેંદરડા ખાતે હરીભાઈ પટેલ, મનસુખભાઈ પટોળીયા સહિતના કોંગ્રેસી કાર્યકરો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...