પરિવારે પોલીસની કામગીરીને બિરદાવી:અસ્થિર મગજની યુવતીનું પરિવાર સાથે મિલન કરાવતી ચોરવાડ પોલીસ

માળિયા હાટીનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ગણતરીની કલાકોમાં જ માતા-પિતાને શોધી કાઢ્યાં

ગડું રોડ પર એક અજાણી મહિલા પોલીસને પેટ્રોલીંગ દરમ્યાન જોવા મળી હતી. પુછપરછ દરમ્યાન અસ્થિર મગજની હોવાનું માલુમ પડતાં ચોરવાડ પોલીસે ગણતરીની કલાકોમાં પરિવારને શોધી કાઢી મિલન કરાવ્યું હતું.

જૂનાગઢમાં એસ.ટી. બસ સ્ટેશન પાસે રહેતા સિંધી લોહાણા હરિભાઈ નથરમલ ધનવાણીની પુત્રી હંસાબેન ઉ.વ.30 અસ્થિર મગજ ધરાવી હોય અને પોતાના ઘરેથી નીકળી ગડું (શેરબાગ) પહોંચી હતી. જ્યાં રોડ ઉપર દ્વારકા જવા માટે પૂછપરછ કરતી હતી. ત્યારે પેટ્રોલિંગમાં નીકળેલા ચોરવાડના પીએસઆઈ જે.એચ. કછોટે હંસાબેન સાથે પૂછપરછ કરતાં આ યુવતી અસ્થિર મગજની હોવાનું માલૂમ પડ્યું હતું. આથી તેમને ચોરવાડ પોલીસ સ્ટેશન ખાતે લાવી આ ઘટનાની જાણ માંગરોળ ડીવાયએસપી જે.ડી. પુરોહિતને કરાઈ હતી.

આ બન્ને અધિકારી દ્વારા યુવતીનો ફોટો અને લખાણ શોસ્યલ મીડિયામાં વાયરલ કરતાં ગણતરીની કલાકોમાં જ માતા-પિતાની ઓળખ થય હતી. જે જૂનાગઢ હોવાનું જાણવા મળતાં પોલીસે પિતા સાથે વાત કરી યુવતીનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. આ પરિવારે પોલીસની કામગીરીને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...