હુમલો:માળિયાનાં પીખોર ગામે ઉમેદવારના પતિ પર 6 શખ્સનો જીવલેણ હુમલો

માળિયા હાટીનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચાલુ મતદાન વચ્ચે મારામારો બનાવ બન્યો
  • ખોટું મતદાન કરાવતા હોવાની બાબતે થઇ મારામારી, પોલીસમાં માર માર્યાની ફરિયાદ નોંધાઇ

માળિયા હાટીનાના તાલુકાના પીખોર ગામે ખોટું મતદાન કરાવતા હોવાની બાબાતે 6 શખ્સોએ ઉમેદવારના પતિ પર જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે.પોલીસમાંથી મળતી વિગત મુજબ પીખોર ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી દરમ્યાન મતદાન મથક ઉપર ઉમેદવારો વચે મારામારીની ઘટના સામે આવી છે. જેમાં દીપકભાઈ રાણાભાઈ સોંદરવાના પત્ની ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે સામા પક્ષ વાળા ખોટું મતદાન કરાવતા હોવાની બાબાતે મામલો ઉગ્ર બનતાં 6 શખ્સોએ દીપકભાઈ પર ઉમલો કર્યો હતો.

જેમાં તેમને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલીક સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડાયો હતો. બનાવની જાણ થતાં પીએસઆઈ મંઘરા સ્ટાફ સાથે દોડી ગયા હતા. અને દીપકભાઈ શોંદરાવાએ અજિત દેવા બાબરીયા, ઉમેશ દેવા બાબરીયા, મગન રામજી, મનસુખ ભૂત, ભરત ગોરધન અને અજિત દેવાના છોકરા વિરૂદ્ધ એસ્ટ્રોસિટીની ફરિયાદ નોંધાવી છે. માળિયા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...