આક્ષેપ:ભંડુરીની સેવા સહકારી મંડળીએ 92 લાખ રૂપિયાનાં કર્યા ગોટાળા

માળિયા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
મંડળીના લોકોએ ખેડતોના નામે ચોરવાડની જૂનાગઢ જિલ્લા સહકારી બેંકમાંથી ઉચાપત કરી. - Divya Bhaskar
મંડળીના લોકોએ ખેડતોના નામે ચોરવાડની જૂનાગઢ જિલ્લા સહકારી બેંકમાંથી ઉચાપત કરી.
  • 2019માં મૃત્યુ પામેલા ખેડૂતનાં નામે 2020માં રૂપિયા પડ્યાં

માળિયા હાટીનાનાં ભંડુરી સેવા સહકારી મંડળીએ ખેડૂતોનાં ખોટા આધાર પુરાવા રજુ કરી રૂપિયા 92 લાખની ઉચાપત કર્યાનાં આક્ષેપ થયા છે. 100 થી વધુ ખેડૂતોએ મામલતદારને રજુઆત કરી છે. એક ખેડૂતનું વર્ષ 2019માં નિધન થયું હતું તેના નામે વર્ષ 2020માં રૂપિયા ઉપડ્યાં છે.માળિયા હાટીના તાલુકાનાના ભંડુરી સેવા સહકારી મંડળીમાં મોટા પાયે ગોટાળા અને ગેરરીતિ અંગે ગામના ખેડૂતોમાં મોટા પાયે ઉહાપોહ મચી ગયો છે.

આ અંગે ભંડુરીગામનાં 100 જેટલા ખેડૂતો અને તાલાલા ગીર ન ખેડૂત આગેવાન જન અધિકાર મંચના પ્રમુખ પ્રવિણભાઈ રામ, ભરત ભાઈ માખનસાપ જગમાલભાઈ રામ, ક્રિષ્ણાભાઇ વાળા,ફોગા ભાઈ ખાંભલા, અંબાવીભાઈ , કાંતિભાઈ કાલરીયા , મોહન ભાઈ ગોધસરા સહિતના 100 જેટલા ખેડૂતોએ મુખ્ય મંત્રીને સંબોધીને મામલતદાર ને આવેદન પાત્ર આપ્યું હતું. જેમાં મંડળીમાંથી 92 લાખ રૂપિયાની ઉચાપત કરી ગોટાળા કર્યાનાં આક્ષેપ કરવામાં આવ્યો હતો.

આ અંગે પ્રવીણભાઈ રામ જણાવ્યું હતું કે, 48 ખેડૂતોના નામે મંડળીના ગોટાળા થયા છે, જેને રૂપિયા જમાં કરાવ્યા છે,તેની રકમ બાકી બોલે છે. એક ખેડૂત વર્ષ 2019 માં અવસાન થયું હતુ અને વર્ષ 2020 એના નામે રૂપિયા પણ ઉપડેલા છે. ત્રણ થી ચાર વિઘાના નાના ખેડૂતોએ 30 000 રૂપિયા ઉપાડ છે, તો તેના નામે 3 લાખ રૂપિયા બાકી બોલે છે. મંડળીનાં કેટલાક લોકોએ બોગસ ડોક્યુમેન્ટ ઉભા કરીને ખેડૂતોના નામે ચોરવાડની જૂનાગઢ જિલ્લા સહકારી બેંકમાંથી રકમ ઉચાપત કરી છે.

અન્ય સમાચારો પણ છે...