આંદોલન:માળિયા તાલુકાનાં આશા વર્કર બહેનો આજથી હડતાલ પર

માળિયા હાટીના10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પુરતું વેતન નહિં મળતું હોવાનાં આક્ષેપ સાથે આંદોલન ઉપર ઉતર્યાં

માળિયા હાટીના તાલુકાનાં ગામડે-ગામડે આશા વર્કર બહેનો દરરોજ સવારના 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી આરોગ્યની કામગીરી કરે છે. ઉપરાંત દરેકના ઘરે-ઘરે જઈ આરોગ્યની તપાસ પણ કરે છે.કોરોનાની માહામારીમાં પણ આશા વર્કર બહેનોએ ખુબ જ મહેનત કરી હતી. તેમ છતાં પણ સરકાર દ્વારા તેમને પુરતું વેતમ ચુકવવામાં ન આવતાં રોષ ફેલાયો છે. સરકાર દ્વારા અપુરતો પગાર અપાતો હોવાથી આશા વર્કર બહેનોની કામગીરી પ્રમાણમાં પગાર પુરતો મળતો નથી.

આથી બાબતે આશા વર્કર બહેનોએ અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં પણ કોઈ સાંભળતું નથી આથી માળિયા હાટીના તાલુકાના તમામ આશા વર્કર બહેનોએ પોતાની કામગીરીનો બહિષ્કાર કરી હડતાળ ઉપર ઉતર્યાં છે. સાથોસાથ ભંડુરી પીએચસીના એમઓ ડો. આભાબહેનને આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત કરી છે. આગામી સમયમાં ગાંધી ચિંધ્યા રાહે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...