તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોમાં ફફડાટ:માળિયા હાટીનાના ભંડુરી ગામમાં દીપડાના આંટાફેરા

માળિયા હાટીના12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 દિવસથી દીપડો દેખાતાં લોકોમાં ફફડાટ
  • દીપડાને પકડવા વનવિભાગે પાંજરૂં મૂક્યું

માળિયા હાટીનાના ભંડુરી ગામમાં દીપડાના આંટાફેરાથી લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. વન વિભાગે દીપડાને પકડવા પાંજરૂ મૂક્યું છે.

તાલુકાના ગામડાઓમાં છેલ્લા 10 દિવસથી દીપડાએ દેખા દેવાનું શરૂ કર્યું છે. છેલ્લા 2 દિવસથી તાલુકાના ભંડુરી ગામના વાડી વિસ્તાર અને સિમેન્ટ ફેકટરીમાં બે દીપડા આંટાફેરા કરે છે. આથી ફેકટરીના કર્મચારી અને ગામ લોકોમાં ફફડાટ મચી ગયો છે. આ અંગે પૂર્વ સરપંચ રામભાઈ વાળા અને ફેકટરીના સુત્રોએ માળિયા હાટીનાના આરએફઓ એ. કે. અમીનને જાણ કરતાં વનવિભાગે રૂબરૂ જઈને આજે દીપડાને પકડવા પાંજરૂં મૂકવાનો નિર્ણય કર્યો છે. આ અગાઉ 20 દિવસ પહેલાં પણ સિમેન્ટ ફેકટરીમાંથી દીપડાને પકડવામાં આવ્યો હતો. ત્યાં હવે ફરી બીજો દીપડો આવી ચઢ્યો છે.

અન્ય સમાચારો પણ છે...