2 સામે ફરિયાદ:અમરાપુર ગીરની ગૌશાળામાં ખુંટીયા પર કુહાડીનો ઘા ઝીક્યો

માળિયા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરપંચ સહિતના યુવાનોએ 2 શખ્સ સામે મા‌ળિયા પોલીસમાં ફરિયાદ

માળિયાના અમરાપુર ગીર ગામની ગૌશાળામાં આંબાનો ઈજારો રાખનાર એક સહિત બે શખ્સોએ ખુંટીયાના પગ બાંધી કુહાડો ઝીંકી ગંભીર ઈજા પહોંચાડી હતી. અને આ ખુંટીયાને પુલ નીચે ફેંકી દેતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

આ બનાવને લઈ ગામના સરપંચ ભનુભાઈ સોલંકી, અશોકભાઈ કાનાબાર, નિલેશભાઈ કળથીયા, હરેશભાઈ કોડવલા સહિતના યુવાનો સ્થળ પર પહોંચ્યા હતા. અને ખુંટીયા પર હુમલો કરનાર 2 શખ્સ સામે માળિયા પોલીસ ફરિયાદ નોંધાવીસ હતી. વધુ તપાસ પીએસઆઈ મંધરા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...