આવેદન:નોકરી માટે પરીક્ષા પાસ કરી પ્રમાણ- પત્રની ચકાસણી વાંકે ઓર્ડર ન મળ્યાં

માળીયા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માળીયામાં ઉમેદવારોએ આવેદન આપ્યું,યોગ્ય નિર્ણય લેવા કરી માંગ

માળીયાહાટીના તાલુકામાં નોકરીથી વંચિત રહી ગયેલા ઉમેદવારોએ આવેદન આપ્યું હતું અને પ્રશ્નનો હલ કરવાની માંગ કરી હતી.

માળીયાહાટીના મામલતદાર કચેરી ખાતે ગીર બરડા અને આલેચના જંગલ નેસના રબારી, ભરવાડ, ચારણ માલધારી સમાજના 100 થી વધુ ભાઈ-બહેનોએ આવેદન આપ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર સરકારની વિવિધ ભરતીઓમાં મેરીટમાં હોવા છતાં ત્રણ વર્ષથી જાતિના પ્રમાણપત્ર ની ચકાસણી ના બહાને ઓર્ડર અપાયાં નથી.

જો યોગ્ય નિર્ણય નહીં આવે તો ઈચ્છા મૃત્યુની માંગ પણ કરી હતી. આવેદન આપતી વેળાએ કાનાભાઈ કરમટા, રાહુલભાઈ, લખનભાઈ, રામભાઈ ચાવડા, કરશનભાઈ ખંભલા, ભોજાભાઈ સિંધલ સહિતના હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...