તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:લીઝનો કબ્જો ખાલી કરાવવા 50 થી વધુના ટોળાનો પરિવાર ઉપર હુમલો

ગડુ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માળિયાના જાનુડાની સીમમાં લીઝ ધારકોએ કાયદો હાથમાં લીધો

માળિયા હાટીના તાલુકાના જાનુડા ગામની સીમમાં લીઝ ધારક દ્વારા 2 થી 3 એકર જમીન પર કબ્જો ધરાવતા પરિવાર પર 50 થી 60 ના ટોળાએ હુમલો કરી માર માર્યો હતો. આ અંગે ચોરવાડ પોલીસમાં ફરિયાદ પણ નોંધાઇ છે.

બનાવની મળતી વિગતો મુજબ, માળિયા તાલુકાના જાનુડા ગામની સિમમાં આવેલા આર. જે. ત્રિવેદીની લીઝમાં 2 થી 3 એકર જમીન પર છેલ્લા 25 વર્ષથી રાજાભાઈ પૂંજાભાઈ જોટવાનો કબજો હતો. એ કબજો દૂર કરવા માટે પોલીસ રક્ષણને બદલે લીઝ ધારકના 50 થી 60 માણસો દ્વારા તલવાર, ધોકા પાઇપથી રાજાભાઈના પરિવાર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. તેમાં રાજાભાઈ જોટવાના અપંગ પુત્રવધુ પર હુમલો કરતાં તેમના બીજા પગમાં ઇજા પહોંચી હતી. તેમને 108 મારફત ચોરવાડ સિવીલ હોસ્પિટલ અને ત્યારબાદ જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવની જાણ થતાં ચોરવાડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ગઈકાલે સાંજે ચોરવાડ પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો પણ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...