તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:ઝાડકા પ્રાથમિક શાળામાં 10 બેડનું આઇસોલેશન સેન્ટર શરૂ કરાયું

ગડુ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સરપંચ, ગ્રામજનો દ્વારા સ્વખર્ચે નિર્માણ કર્યું, વિના મુલ્યે સારવાર થશે

હાલ સમગ્ર દેશમાં કોરોના મહામારીના કારણે દરેક જગ્યાએ પરિસ્થિતિ વણસી રહી છે. જેમાં ગામડાઓ પણ બાકાત રહ્યા નથી. ત્યારે માળીયા તાલુકાના ઝડકા ગામના સરપંચ હનીફભાઈ લાખા તેમજ સમગ્ર ગ્રામજનોના સાથ સહકારથી ઝડકા પ્રાથમિક શાળામાં 10 બેડની સુવિધા સાથે આઈસોલેશન સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

જેમાં ગામના દરેક વ્યક્તિને કોઈપણ પ્રકારની બીમારી હોય જેમ કે શરદી, ઉધરસ, તાવ તથા કોરોનાના લક્ષણો જણાઈ તો સારવાર કરી આપવામાં આવશે. જેથી ગામલોકોને ક્યાંય બહાર જવાની જરૂર ન પડે અને વિનામૂલ્યે ગામમાં જ સારી સારવાર તેમજ દવાઓ મળી રહે તે હેતુથી આ કાર્ય કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો