સમસ્યા:ચોરવાડમાં 2 વર્ષથી તૈયાર 66 કેવીને હજુ પાવર નથી મળ્યો

ચોરવાડ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એકજ સબ સ્ટેશન પર લોડને લીધે અવારનવાર ટ્રિપીંગ થાય છે

ચોરવાડના બંદર રોડ પર આવેલા 66 કેવી સબ સ્ટેશનમાં નવી યંત્ર સામગ્રી અને તમામ કામગિરી 2 વર્ષથી પૂર્ણ થઇ ગઇ છે. પણ મેઘલ નદીના કિનારેથી પોલ ઉભા કરીને લાઇન પહોંચાડવાની કામગિરી ટલ્લે ચઢી છે. ચોરવાડ ગામ, વાડી વિસ્તાર, આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે 66 કેવીના 1 સબ સ્ટેશનથી પાવર સપ્લાય થાય છે.

આથી લોડ અતિશય વધી જાય છે. આથી બીજું 66 કેવી ઉભું કરાયું છે. અને તેની સામગ્રી પણ 2 વર્ષથી ધૂળ ખાય છે. દરિયાની ખારાશને લીધે યંત્ર સામગ્રી પણ જર્જરિત થઇ જશે. આ અંગે ઉચ્ચ અધિકારીઓ પાસે વારંવાર રજૂઆત કરાઇ છે. છત્તાં હજુ નક્કર પગલાં લેવાયા નથી. પરિણામે ચોમાસામાં લાઇટની સમસ્યા વધશે અને લોકોને પણ હેરાનગતિ વધશે.

અન્ય સમાચારો પણ છે...