તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુખદ સમાચાર:સમઢીયાળાના 60 વર્ષના પૂર્વ સરપંચને કોરોના, ઓક્સિજન 55 થયું,12 દિવસમાં જ કોરોનામુક્ત

માળીયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિંમત હશે તો કોરોના કંઈજ નહીં કરી શકે, સમઢીયાળામાં સ્વસ્થ થઇ પરત ફરતા ફુલહારથી સ્વાગત

માળીયા પંથકના સમઢીયાળા ગામે 60 વર્ષના પૂર્વ સરપંચ કોરોનાને હરાવી ઘરે પરત ફરતા સ્વાગત કરવામાં આવ્યું હતું. માળીયાહાટીના તાલુકાના સમઢીયાળા ગામે કોરોના ના કેસ જોવા મળી રહ્યાં છે. ત્યારે જ પૂર્વ સરપંચ હેમીબેન રામભાઈ રાઠોડ(ઉ.વ 60) નો રિપોર્ટ પ્રોઝિટિવ આવ્યો હતો અને ઓક્સિજન 55 પર પહોંચી ગયું હતું તેમ છતાં હેમીબેન હિંમત હાર્યા ન હતા બાદમાં ચોરવાડ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા.

12 દિવસની સારવાર બાદ ઓક્સિજન લેવલ 97 પર પહોંચી ગયું હતું અને સંપૂર્ણ સ્વસ્થ થઈ ઘરે પરત ફરતા પ્રકાશભાઈ રાઠોડ,ગ્રામજનોએ તેમનું સ્વાગત કર્યું હતું આ તકે હેમીબેન કહ્યું હતું કે રિપોર્ટ પોઝિટીવ આવે તો ડરવાની જરૂર નથી જો હિંમત-જુસ્સો હશે તો કોરોના સામેની લડાઈ તમે આસાની થી જીતી જશો.અત્રે ઉલ્લેખનીય છે,કે આ દર્દીઓની સારવાર માં મંથનભાઈ ડાભી, મિતભાઈ વેદ્ય, ડો.કાથળ સહિતના એ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...