કાર્યવાહી:ચોરવાડનાં મેઘલડેમ વિસ્તારમાંથી પક્ષીનો શિકાર કરતા 5 ઝડપાયા

માળિયા હાટીના13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પકડાયેલા આરોપી પાસેથી કુંજ,ક્રેન યાયાવર 10 પક્ષીના મૃતદેહ કબ્જે

માળીયા હાટીનાના ચોરવાડ ગામે મેઘલડેમ વિસ્તારમાંથી પાંચ શિકારીઓને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી 10 પ્રવાશી પક્ષીના મૃતદેહ કબ્જે કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ તાલુકાના ચોરવાડ શહેર નજીક આવેલ પ્રવાસનધામ હોલિડે કેમ્પ પાસે આવેલ મેઘલડેમ નજીક અમુક ઈસમો દ્વારા પ્રવાસી પક્ષી કુંજ અને ગ્રીન યાયાવરનો શિકાર કર્યો હોવાની બાતમી મળી હતી.

જેના આધારે માળિયા વાઈલ્ડ લાઈફના આરએફઓ કે. અમીન, ફોટેસ્ટર એમ.બી. રાઠોડ સહિતના સ્ટાફે સ્થળ પર પહોંચી 10 પક્ષીના મૃતદેહ સાથે આરોપીને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમ્યાન ઇબ્રાહીમભાઇ, ઉમરભાઈ, હુસેનભાઇ, જુમાભાઈ અને અબદુલભાઇ રહેવાસી તમામ ચોરવાડે ગુનો કર્યાની કબુલાત કરી હતી. તેમના વિરૂધ પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ ગુનો નોંધી રૂ. 25000 સુધીના દંડ વસુલાત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...