જૂનાગઢ:માળિયા પંથકમાં વીજતંત્ર દ્વારા 2200 ફોલ્ટ દૂર કરાયા

માળિયાહાટીના3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પ્રિ-મોન્સુનની કામગીરી પણ શરૂ કરાઇ

પંથકમાં વીજતંત્ર દ્વારા પ્રી-મોન્સુનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આગામી ચોમાસાની સીઝનમાં  ભારે પવન કે વરસાદથી વીજળી ગુલ ન થાય તે માટે માળિયા પીજીવીસીએલ દ્વારા આગોતરૂ આયોજન કરાયું છે. નાયબ ઇજનેર નવનીતભાઇ  ડાંગર, સોલંકીભાઇ, ડાકીભાઇનાં માર્ગદર્શન હેઠળ મકવાણાભાઇ, ધીરૂભાઇ સેવરા, ભાવેશભાઇ, ભરતભાઇ સહિતનાં સ્ટાફ દ્વારા ફોલ્ટ શોધી રીપેર કરવાની કામગીરી ચાલી રહી છે. અને બે મહિનામાં 2200થી વધુ ક્ષતિઓ દુર કરાઇ છે.  આગામી ચોમાસામાં પણ અવિરત કામગીરી કરવામાં આવનાર હોવાનું અધિકારીએ જણાવ્યુ઼ હતું.

અન્ય સમાચારો પણ છે...