સિંહનો હુમલો:પીપળવા ગીરમાં એકસાથે 14 બકરાનું મારણ કરતા 2 સિંહબાળ

માળીયા હાટીના8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વનવિભાગે સ્થળ તપાસ કરી કાર્યવાહી હાથ ધરી, બનાવના પગલે ખેડુતોમાં ફફડાટ

માળીયા હાટીના તાલુકાના ઘણા ગામડાઓમાં છેલ્લા 7 થી 8 દિવસથી સિંહ અને દીપડાની અવર-જવરથી લોકોમાં ફફડાટ જોવા મચી જવા પામ્યો છે. ત્યારે ગઈકાલે પીપળવા ગામાં બે સિંહબાળએ 14 બકરા પર હુમલો કરી મારણ કર્યું હતુ.

પીપળવા ગીર ગામામાં ગઈકાલે વહેલી સવારે બે સિંહ બાળ આવી પહોંચ્યા હતા. વહેલી સુમારે 5 વાગ્યાની આસપાસ હમીરભાઈ નાથુભાઈ નાગેશની વાડીમાં રહેલા બકરા પર હુમલો કર્યો હતો. દરમ્યાન આવેલા એક ત્રણ વર્ષનો જ્યારે બીજો પાંચ વર્ષનાં બે પાઠડાએ એક સાથે 14 બકરા પર હુમલો કરીને મીજબાની માણી હતી. ઘટનાની જાણ બકરના માલીકને થતાં તેમણે તાત્કાલી વનવિભાગ માળીયાને જાણ કરી હતી. જાણ થતાં જ વનવિભાગના આરએફઓ અશોક અમીન સ્ટાફ સાથે પહોંચી ગયા હતા. સ્થળ તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...