તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુઃખદ:પત્નીનો આઘાત જીરવી નહિ શકતા 103 વર્ષનાં પતિનું થયું અવસાન

માળિયા હાટીના3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માળિયા હાટીનાના કોળી સમાજનો બનાવ, પત્નીની ક્રિયાના દિવસે જ દેહ છોડ્યો

માળિયા હાટીનામાં મોટા પુલ પાસે જસાપરા વિસ્તારમાં રહેતા કોળી સમાજના 90 વર્ષના પાચીબેન ઘેલાભાઈ ધરસંડાનું આજ થી 10 દિવસ પહેલા અવસાન થયું હતું. જેમાની ગઈકાલે ક્રિયા રાખવામાં આવી હતી. જેમાં મહેમાનો સગા વ્હાલાઓ કુટુંબજનો બધાએ ક્રિયાની વિધિ પૂરી કરી હતી. ત્યારબાદ સમાજના રિવાજ મુજબ રામદેવ પીરબાપાના પાઠની શરૂઆત કરવાની હતી. પરંતુ તે પહેલા જ પાચીબેનના પતિ ઘેલાભાઈ પત્નીના મોતનો આઘાત જીરવી ન શકતા ઘેલાભાઈ રામભાઈ ઘરસન્ડા ઉ. 103નું દુ:ખદ અવસાન થયું હતું. પત્નીના મુત્યુનું દુઃખ સહન નહિ કરતા પોતે પણ મોતને વ્હાલું કર્યું હતું. આમ પત્નીની ક્રિયાના દિવસે મૃત્યું પામતાં આ બનાવથી કોળી સમાજમાં અરેરાટી મચી જવા પામી હતી.

પિતાની અર્થીને 2 પુત્રીએ કાંધ આપી અંતિમ વિધિ કરી
માળિયા હાટીનાના નાથલીયા બ્રાહ્મણ એસટીના નિવૃત્ત કર્મચારી અને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના અગ્રેસર મહિલા કાર્યકર ભાનુંબેનના પતિ હર્ષદરાઇ અમૃતરાઇ મહેતા ઉ. 70નું આજે અવસાન થયું હતું. હર્ષદભાઈ મહેતાને સંતાનમાં પુત્ર નથી પરંતુ ઉર્વશી અને વૈભવી આ બે પુત્રો સમાન છે. ઉર્વશી અને વૈભવી આ બંને બહેનોએ પોતાના પિતાની સ્મશાનયાત્રામાં જોડાઈને પિતાની અર્થીને કાંધ આપી તમામ વિધિ કરી હતી. } તસવીર - મહેશ કાનાબાર

અન્ય સમાચારો પણ છે...