તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલી:સવારે લોકો ઉઠયાં તો પશુઓના મૃતદેહ પડ્યા હતા

ખાંભા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મધરાતે ધારીમાં બે સાવજોએ સાત પશુનું કર્યું મારણ
 • ઘટનાની જાણ થતાં જ શહેરીજનોમાં ભારે ફફડાટ ફેલાયો

અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમા વસતા સાવજો શિકારની શોધમા અવારનવાર કોઇપણ ગામમા ઘુસી જાય છે. પરંતુ ગઇરાત્રે તો બે ડાલામથ્થા સાવજોએ ધારી શહેરમા જુદાજુદા વિસ્તારમા આંટા મારી એકસાથે સાત પશુઓનુ મારણ કરતા શહેરભરમા ફફડાટ ફેલાયો હતો. અગાઉ પણ સાવજો અવારનવાર ધારીના પાદર સુધી આવી ગયા હતા. 

સાવજો પાણી અને શિકારની શોધમાં ગામમાં ઘુસી દુધાળા પશુઓનું મારણ કરતા ગામ લોકોમાં ભય
ધારી પંથક આમ તો સાવજોનો ગઢ છે. ગીરકાંઠાના આ તાલુકામા રેવન્યુ વિસ્તારમા જ મોટી સંખ્યામા સાવજો રહે છે. આ ઉપરાંત ગીર જંગલમાથી પણ રેવન્યુ વિસ્તારમા કેટલાક સાવજો અવરજવર કરતા રહે છે. સામાન્ય રીતે સીમ વિસ્તારમા જ સાવજોને મારણ મળી રહે છે. ખાસ કરીને ખેતીની સીઝન હોય, ચોમાસામા સારા ચરીયાણના કારણે માલધારીઓ સીમમા માલઢોર ચરાવતા હોય ત્યારે સાવજોને મારણ માટે બહુ ભટકવુ પડતુ નથી. પરંતુ હાલમા ખેતીની સીઝન નામ માત્રની છે. જેથી ખેડૂતોના માલઢોરની સીમમા અવરજવર નથી. સીમમા ચરીયાણ પણ ન હોય માલધારીઓની પણ અવરજવર નથી. ઉનાળાની કાળઝાળ ગરમીમા પાણીના સોર્સ ખુટતા સાવજોને પાણી અને શિકાર માટે માનવ વસાહત તરફ જવુ પડે છે. ગઇરાત્રે ધારીમા બગસરા રોડ પર આવેલા પ્રેમપરા વિસ્તારમા મોડી રાત્રે બે ડાલામથ્થા સાવજો ચડી આવ્યા હતા અને તેણે બે ગાયને મારી નાખી હતી. આ બંને સાવજો બાદમા નબાપરા વિસ્તારમા પણ ગયા હતા. અને અહી રેઢીયાર પાંચ પશુનુ મારણ કરી તરખાટ મચાવી દીધો હતો. એક જ રાતમા સાવજે ધારીમા સાત-સાત પશુઓનો શિકાર કરતા સવારે આ ઘટનાની જાણ થતા લોકોમા ફફડાટ ફેલાયો હતો. સાવજોને પાણી અને શિકારની શોધ ગામમા ખેંચી લાવી રહી છે.

દલખાણીયા રેંજમાંથી સિંહણનો મૃતદેહ મળ્યો
ધારી ગીરપુર્વની દલખાણીયા રેંજના ગોવિંદપુર ગામની સીમમાથી આજે સિંહણનો મૃતદેહ મળતા વનતંત્ર દોડતુ થયુ હતુ. માત્ર પાંચ વર્ષની ઉંમરની સિંહણનુ અચાનક કઇ રીતે મોત થયુ તેનો વનતંત્ર પાસે કોઇ જવાબ ન હતો. ગોવિંદપુરના કનુભાઇ બાબુભાઇ સતાસીયા નામના ખેડૂતની વાડીના આંબાના બગીચામા આ સિંહણનો મૃતદેહ પડયો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિક આરએફઓ, રાઉન્ડ ફોરેસ્ટર અન્ય સ્ટાફ સાથે અહી દોડી ગયા હતા અને સિંહણનો મૃતદેહ કબજે લઇ પોસ્ટમોર્ટમ માટે કાર્યવાહી હાથ ધરી હતી. 

અલગ-અલગ રેંજમાં ચાર દિવસમાં 3 સિંહણના મોત
હડાળા રેંજમા હજુ ત્રણ દિવસ પહેલા જ એક સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. બે દિવસ પહેલા તુલસીશ્યામ રેંજના સોસારીયા રેવન્યુ વિસ્તારમાથી પણ એક સિંહણનો મૃતદેહ મળ્યો હતો. ત્યાં આજે હવે દલખાણીયા રેંજમા ગોવિંદપુરની સીમમા સિંહણ મૃત્યુ પામી છે. 

સિંહણ અને તેમના ત્રણ સિંહબાળને મુકત કરાયા
એક મહિના પહેલા સાવરકુંડલા રેંજમાથી વનતંત્ર દ્વારા એક બિમારી સિંહણ અને તેના ત્રણ બચ્ચાને પકડીને સારવાર માટે જુનાગઢના સક્કરબાગ ઝુમા મોકલી અપાયા હતા. સારવારમા સિંહણને સારૂ થઇ જતા ગઇરાત્રે વનવિભાગે આ સિંહણ અને તેના ત્રણેય બચ્ચાને ફરી તેની ટેરેટરીમા મુકત કરી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો