તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કેશોદ પાલીકાની જેમ જેમ ચૂંટણીઓ નજીક આવતી જાય તેમ તેમ વોર્ડ વાઇઝ લોકો પોતાના કામ કઢાવવા ઉતાવળા બન્યાંં છે. રાજકિય નેતાઓ લોકોને રીઝવવા અધૂરા કામ પૂરા કરવા મહેનત કરી રહ્યા છે. ત્યારે વોર્ડ નં. 9 માં પોતાના કાર્યકરની રજૂઆત સાંભળવા ગયેલા આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ પર યુથ કોંગ્રેસ પ્રમુખ દ્વારા હુમલો કરાતાં રાજકિય વાતાવરણ ગરમાયું હતું. બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ કેશોદ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ પ્રવિણભાઇ પટેલ વોર્ડ નં. 9 માં રોડના ખાડા પૂરવા બાબતે પોતાના મહિલા કાર્યકરના ફોનના આધારે ફરિયાદ સાંભળવા પહોંચ્યા હતા. ત્યારે ત્યાં હાજર શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ અને વોર્ડ નં. 9 ના સદસ્યના પતિ અવિનાશ પરમારે હુમલો કર્યો હતો. અને આ વોર્ડમાં આવીશ તો ટાંટિયા ભાંગી જશે. જાનથી મારી નાખીશ એવી ધમકી આપી લાફો ઝીંકી દીધો હતો. અને ઢીકાપાટુનો માર માર્યો હતો.
આ ઘટના બાદ આપના કાર્યકરોએ પ્રમુખને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડ્યા હતાં. પ્રમુખની સારવાર દરમિયાન હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં આપના કાર્યકરો ઉમટી પડ્યા હતા. અને આ મામલે પોલીસ તાત્કાલીક ફરિયાદ નોંધે એવી માંગણી કરી હતી. જ્યારે બીજી તરફ હુમલો કરનાર શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ પોતાના વોર્ડના રહીશોને સાથે લઇ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. જ્યાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ દ્વારા રોડના કામ ખોટી રીતે અટકાવવા, રોડમાં વપરાતી માટીની માંગ કરવી તેમજ જ્ઞાતી પ્રત્યે હડધૂત કર્યાનો આક્ષેપ કરી પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી. આમ બે રાજકિય પક્ષોના આગેવાનોએ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવતાં શહેરનું વાતાવરણ ગરમાયું હતું. જેમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ શહેરનો ચર્ચાનો મદ્દો બન્યો હતો.
ઘર્ષણ થતાં રહી ગયું
આપ કાર્યકરોએ પોતાના પ્રમુખ પર થયેલો હુમલો રાગદ્વેષ રાખી કરાયો હોવાનો પ્રચાર કરવા વોર્ડ નં. 9 માં રેલી યોજી હતી. એ વખતે વોર્ડના સદસ્યના પતિ યુથ કોંગ્રેસ પ્રમુખ અને ત્યાંના રહેવાસીઓએ "ગાે બેક"ના નારા લગાવ્યા હતા. જાેકે, પોલીસ ઘટના સ્થળે હોવાથી સંઘર્ષ થતાં રહી ગયો હતો. પરંતુ આ ઘટના બાદ જૂનાગઢ શહેર આપ પ્રમુખ કેશોદ દોડી ગયા હતા. અને તમારા બે વચ્ચે ઝઘડો થાય તેનો અમુક રાજકિય આગેવાનો લાભ લઇ ખાટી જશે એમ સમજાવી, જે કાંઇ થયું હવે શાંતી રાખજાે એમ કહ્યું. ત્યારે કાર્યકરોએ એવી દલીલ કરી હતી કે, જાે અમે ડરી જશું તો અમુક ગણ્યા ગાંઠ્યા લોકો આ વોર્ડમાં અમને ચૂંટણી પ્રચાર કરતા રોકશે.
હું મહિલા કાર્યકરની ફરિયાદ સાંભળવા ગયો હતો: આપ પ્રમુખ
આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ પ્રવિણ પટેલે જણાવ્યું કે, હું લડાઇ ઝઘડા કરવા નહોતો ગયો. પરંતુ વોર્ડ નં. 9 ના રહેવાસીઓ રોડ પર ખાડા પૂરાતા નથી. તેવી અમારા મહિલા કાર્યકરની ફરિયાદ સાંભળવા ગયો હતો. એટલે કોંગ્રેસના મત તૂટશે તેવો ખાર રાખી તેણે મારા પર હુમલો કર્યો હતો.> પ્રવિણ પટેલ, શહેર પ્રમુખ
માટી અન્ય જગ્યાએ લઇ જવાની માંગ કરી તી: યુથ કોંગ્રેસ પ્રમુખ
યુથ કોંગ્રેસ પ્રમુખ અવિનાશ પરમારે જણાવ્યું કે, ચાલુ રોડના કામ અટકાવવા, રોડમાં ખાડા પૂરવા કામ આવતી માટીની અન્ય જગ્યાએ લઇ જવા માંગ કરવી તેમજ જ્ઞાતી પ્રત્યે હડધૂત કરી ન કહેવાના શબ્દો કહેવા તેથી મેં પણ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.