ફરિયાદ:તું મારા પતિને સાચવીને બેઠી છે કહી મારી નાંખવાની ધમકી

કેશોદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પીઆઈને અરજી આપી કાર્યવાહીની માંગ કરાઈ હતી. - Divya Bhaskar
પીઆઈને અરજી આપી કાર્યવાહીની માંગ કરાઈ હતી.
  • કેશોદના ગંગનાથપરા વિસ્તારનો બનાવ
  • મહિલા વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા તપાસ શરૂ

કેશોદના ગંગનાથપરા વિસ્તારમાં પાડોસમાં જ રહેતી એક મહિલાએ બીજી મહિલા પર મારા પતિને તું સાચવી ને બેઠી છે. તેવી શંકા કરી ગાળો ભાંડી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ફરિયાદનાં આધારે આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ કેશોદનાં ગંગનાથપરા વિસ્તારમાં રહેતા રંજનબેન વજુભાઈ રાઠોડે નોંધાવેલી ફરિયાદ મુજબ રંજનબેન અને તેના પતિ વજુભાઇ પોતાની અગાસીમાં કામ કરતાં હતાં તે સમયે પાડોસમાં એક જ દિવાલે રહેતા વનીતાબેન સોમાભાઈ વાઢેરે મારા પર શંકા કરતાં કહ્યું કે તું મારા પતિને સાચવીને બેઠી છે અને ગાળો ભાંડી હતી. ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈ મારી નાંખવાની ધમકી આપી હતી.

જેને લઈ પોલીસે 504, 506 (2) મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ઘરી છે. આમ મહિલાને ધમકી મળતા જ મામલો પોલીસ મથક સુધી પહોંચી ગયો હતો. અને પોલીસે ફરિયાદનાં આધારે આગળની તપાસ હાથ ધરી હતી.

પાડોશીઓએ પણ પોલીસ મથકે પહોંચી રજૂઆત કરી હતી
આ ફરીયાદના એક દિવસ અગાઉ આરોપી મહિલા વિરૂદ્ધ આડોસ- પાડોસીના જવાબદાર લોકો અને વોર્ડ નં 9ના તમામ પાલિકા સભ્યો આ મહિલા માથાભારે હોવાની અને આડોસ- પાડોસમાં રહેતાં તમામ ને હેરાન કરતા હોવાની પોલીસને લેખિત અરજી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...