આગેવાનોએ રોષ વ્યકત કર્યો:કોયલાણામાં સર્વિસ રોડ મુદ્દે ચાલતા આંદોલનમાં લેખીત બાંહેધરી અપાઈ

કેશોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કેશોદના કોયલાણા (લાઠિયા) ફોર ટ્રેક નજીક વારંવાર અકસ્માત થતાં હોય સર્વિસ રોડ બનાવવા મુદ્દે નેશનલ હાઇવે ઓથોરીટી વિરૂદ્ધ 8 ગામના આગેવાનો પ્રતિક ઉપવાસ કરી લડત ચલાવી રહ્યાં છે.

આંદોલનના ચાર દિવસમાં કાળા વાવટા ફરકાવવા, સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર, ધુન બોલાવવી, રેલી યોજવી જેવા કાર્યક્રમો યોજ્યાં હતાં. અચાનક ચોથા દિવસે નેશનલ હાઇવે ઓથોરીટીના અધિકારીએ કોયલાણા ઉપવાસી છાવણીની મુલાકાત લઈ સર્વિસ રોડ બનાવવા લેખિત બાંહેધરી આપતો પત્ર આપ્યો હતો. જેમાં 60 દિવસમાં ટેન્ડરીંગ પ્રક્રિયા હાથ ધરી કામગીરી શરૂ કરવા જણાવાયું છે.

તેમ છતાં મંગળવારના દિવસે ઓથોરીટી સર્વિસ રોડની ડિઝાઇનનો નકશો આપવાની છે. જે બરાબર જણાશે તો આંદોલકારીઓ પોતાનું આંદોલન સમેટી લેશે. ઉપવાસી છાવણીની સતાપક્ષનાં રાજકીય નેતાઓએ મુલાકાત ન લેતા આગેવાનોએ રોષ વ્યકત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...