અકસ્માત:કેશોદમાં ટ્રક પાર્ક કરતી વેળાએ મહિલા કચડાઈ, ચાલક ફરાર

કેશોદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈજા પહોંચતા પ્રથમ કેશોદ બાદમાં જૂનાગઢ ખસેડવામાં આવી’તી

કેશોદમાં મેઈન રોડ પરની એક જગ્યા પર ટ્રક ચાલકે પાર્ક કરવાના ઇરાદે ટ્રક ઉભો રાખતાં ભિક્ષુક મહિલા કચડાઇ હતી. જેની ચાલકને જાણ થતા તુરંત જ તે ટ્રક હંકારી ફરાર થઈ ગયો હતો. ઇજાગ્રસ્ત મહિલાને ગંભીર ઇજા પહોંચતાં તેને કેશોદ બાદ જુનાગઢ ખસેડાઇ હતી.

આ અંગે મળતી વિગતો મુજબ કેશોદના અગતરાય રોડ પર એક ટ્રક ચાલકે ટ્રક પાર્ક કરતાં ભર ઊંઘમાં રહેલી ભિક્ષુક મહિલા કચડાઇ હતી. જેની જાણ ટ્રક ચાલકને થતા તે ટ્રક લઈ બાયપાસ તરફ ફરાર થઈ ગયો હતો. નજરે જોનારાએ ઇજાગ્રસ્તને 108ની મદદથી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી હતી. જયાં વધુ સારવારની જરૂરિયાત ઉભી થતાં જુનાગઢ રીફેર કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...