કેશોદના શેરગઢ ગામના 150 થી વધુ લોકોનું ટોળું તાલુકા સેવા સદન ખાતે ધસી આવી ગામના જ પ્રવિણભાઈ વાળા દ્વારા સરપંચ મોહિત ઉર્ફે મોહન નારણભાઇ દયાતર ઉપર એટ્રોસીટીની ખોટી ફરીયાદ કરવામાં આવી છે તે પરત ખેંચવામાં આવે અને ફરીયાદી દ્વારા સરકારી જમીન ઉપર પેશકદમી કરી જે દુકાન બનાવવામાં આવી તે દુર કરવામાં આવે તેવી માંગ સાથે ડે. ક્લેક્ટર અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
આવેદનમાં જણાવાયું કે કેશોદના શેરગઢ ગામના સરપંચે 22 એપ્રિલના રોજ ફરીયાદીને સરકારી જમીનમાં પેશકદમી કરી બનાવવામાં આવેલ દુકાનની માલીકીના પુરાવાઓ 7 દિવસમાં રજૂ કરવા અન્યથા દુકાન હટાવવા કાયદેસર કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
આ નોટીસમાં પેશકદમીની જગ્યાનો ઉલ્લેખ કરવા અનુ. જાતી ની જગ્યાએ અન્ય શબ્દ પ્રયોગ કરાયો હોવાનો ફરિયાદીએ આક્ષેપ કરી સરપંચ વિરૂદ્ધ એટ્રોસીટીની ફરીયાદ દાખલ કરી હતી. તાત્કાલીક દુકાન હટાવવા કાર્યવાહી કરવામાં આવે અને એફઆઇઆર પરત ખેંચવામાં આવે તેવી માંગ કરી હતી. જો તેમ નહીં થાય તો આવનારા સમયમાં ગાંધી ચિન્ધા રહે ઉગ્ર આંદોલન કરવા ચીમકી ઉચ્ચારી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.