તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંઝવણ:કયા કામ માટે કોની પાસે જવું? અરજદારોને થતી મુંઝવણ

કેશોદ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • યોજનાઓ, આવક-જાતિના દાખલાને લઇ લોકોને ધક્કા ખાવા પડે છે

આજે વિવિધ યોજનાઓ, આવકના દાખલા, જાતિના દાખલાને લગતી મોટાભાગની કામગીરી ઓનલાઈન થઈ રહી છે. હજુ પણ મોટાભાગના ગામડામાં આ સુવિધાને લઈ લોકોમાં જાગૃતિ નથી. તેમજ અમુક ગામમાં આ સવલત પણ નથી. આથી અરજદારો વિવિધ કચેરીએ જતા હોય છે.

પણ ત્યાં કઈ જગ્યાએ ક્યા અધિકારી કે કર્મચારી પાસે જવું તેનો ખ્યાલ હોતો નથી. જ્યાં ત્યાં આંટાફેરા કરવા પડે છે. બાદમાં મુખ્ય જગ્યાએ પહોંચે છે. આમાં અરજદારને પડતી મુશ્કેલીઓનો અંત ત્યારે જ આવે જો તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીએ અરજદાર માટે મદદનીશ અધિકારી તરીકેનું ટેબલ કાર્યરત કરી ત્યાં એક કર્મચારીને કાયમી ધોરણે બેસાડવામાં આવે. જેથી ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા અરજદારોનું કામ સમયસર થઈ શકે. આથી મુશ્કેલીઓનો પણ અંત આવી શકે.

દરેક શાખામાં ટેબલ છેજ: મામલતદાર | દરેક શાખામાં અરજદારને લગતા ટેબલ હોયજ છે. બાકી જનસેવા કેન્દ્રની માફક જો વ્યવસ્થા કરીએ તો અરજદારને દરેક બાબતમાં ફી ચૂકવવી પડે. એ ન કરી શકાય. > પી. એમ. અટારા, મામલતદાર, કેશોદ

બેંકમાં પણ આજ સ્થિતી છે | લોકોમાં એવી ફરિયાદો પણ સાંભળવા મળતી હોય છે કે બેંકમાં નાણાંની લેતીદેતી કે એકાઉન્ટ ખોલાવવા માટે જવું હોય. પણ ત્યાં ફોર્મ કઈ રીતે ભરવું એનો ખ્યાલ નથી હોતો. આથી ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. જેથી દરેક બેંકમાં પણ એક કર્મચારીને બીજી જવાબદારીમાંથી મુક્ત કરી ગ્રાહક સેવા કેન્દ્ર પર બેસાડવા જોઈએ. જે આ તમામ કામગીરી વિશે ગ્રાહકોને માર્ગદર્શન આપી મદદ કરી શકે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો