તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:કેશોદમાંથી 24 લાખનાં સીંગદાણા ઉઠાવતી વખતે ટ્રક માલિકનું નામ, નંબર ખોટા આપ્યા

કેશોદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માણસાનાં ઇટાદ્રા ગામનાં બે શખ્સોએ પોલીસને પુછપરછમાં વટાણા વેરી નાંખ્યા, વધુ 4નાં નામ ખુલ્યા

કેશોદના સોંદરડા ખાતે સીંગદાણાના કારખાના માલિક સાથે 24 લાખની છેતરપિંડીના કેસમાં 2 શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. બંનેની પુછપરછમાં ટ્રક માલીકનું નામ અને ટ્રકની નંબર પ્લેટ ખોટા હોવાનું ખુલ્યું છે. આ ગુનામાં સંડોવાયેલા વધુ 4 આરોપીને પકડવા પોલીસે કમર કસી છે.

કેશોદના સોંદરડામાં આવેલા મુકુંદ ટ્રેડર્સ નામના સીંગદા‌ણાના કારખાનામાંથી મહારાષ્ટ્રના સોલાપુર ખાતે એક વેપારીને ટ્રક મારફત 25 ટન સીંગદાણા વેંચવા મોકલાયા હતા. પણ ટ્રક ડ્રાઇવરે આ સીંગદાણા મૂળ જગ્યાએ પહોંચાડવાને બદલે ગાંધીનગરના માણસાના ઇટાદરા ગામમાં આવેલા એક ગાેડાઉનમાં રાખી દઇ કારાખાના માલીક સાથે છેતરપીંડી કરી હતી.

આ અંગે 24 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે માણસાના ઇટાદરા ગામમાં ગોડાઉન ભાડે રાખનાર અયુબમિયાં અનવરમિયાંને પકડી તેની આકરી પુછપરછ હાથ ધરી હતી. અને સીંગદાણાના 500 માંથી 487 કટ્ટા રીકવર કર્યા હતા. પકડાયેલા શખ્સની પુછપરછ બાદ વધુ એક આરોપી અલી અહેમદભાઇ સંધીને પણ પોલીસે ઝડપી લીધો હતો. પકડાયેલા બન્ને આરોપીઓને 1 દિવસના રીમાન્ડ પર લેતાં તેઓએ પોલીસને વધુ 4 નામો આપ્યા હતા. પકડાયેલા શખ્સોએ કબુલ્યું હતું કે, ફરિયાદમાં બતાવાયેલા ટ્રકના માલિકનું નામ અને ટ્રકનો નંબર ખોટા હતા. આ ઘટનાની તપાસ ઇન્ચાર્જ પીઆઇ એન. બી. ચાૈહાણ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...