લોકોમાં ભય:જ્યાં 30 પશુ બાંધ્યા’તા ત્યાં સાવજ ત્રાટક્યો, 2નું મારણ

કેશોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેશોદ પંથકનાં શેરગઢ ગામનો બનાવ

​​​​​​કેશોદ પંથકનાં શેરગઢ ગામે કૃષ્ણનગર વિસ્તારમાં સાવજ ચઢી આવ્યો હતો. અને બે પાડરડાનું મારણ કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ ઉભો થયો છે. આ બનાવને લઈ વનવિભાગને જાણ કરાઈ છે. તેમણે ફૂટમાર્કનાં આધારે તપાસ હાથ ધરી છે. શેરગઢનાં કૃષ્ણનગર વિસ્તારમાં સાવજ આવી પહોંચ્યો હતો અને બે પાડરડાને મોતને ઘાટ ઉતાર્યા હતા.

આ અંગે હીરાભાઈ દેવરાજભાઈએ જણાવ્યું હતું કે, અમારા વાડાની અંદર 30 પશુ બાધ્યા હતા. જેમાં બે પશુનું મારણ થયું છે. આ ઘટના બનતા જ વનવિભાગને જાણ કરાઈ છે. ફૂટમાર્કનાં આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. ગામમાં સાવજ પહોંચી જતા લોકોમાં પણ ભય હોય જેથી તંત્ર દ્વારા સાવજોને જંગલ વિસ્તાર તરફ ખસેડવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...