મંજૂરી બાકી:કેશોદમાં રનવે લાંબો અને પહોળો કરવા ફાઇલ ક્યારની મૂકાઇ ગઇ

કેશોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેપારીઓની અમદાવાદ, સુરત રૂટ ની ફલાઇટ શરૂ કરવા પ્રથમ માંગ

કેશોદમાં 3 સી કક્ષાનું એરપોર્ટ ને ફરી શરૂ કરવા ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધીયાના હસ્તે પ્રારંભ કરાયો હતો. ત્યારથી લઈ અત્યાર સુધી પૂરતો ટ્રાફિક મળી રહ્યો છે. વચ્ચે બપોરનો સમય સાંજનો કરવામાં આવતાં ચોમાસા દરમ્યાન વિઝિબિલીટી ઓછી થતાં સતત 15 દિવસ ફલાઇટ રદ કરાઇ હતી. જે સમય ફરી બપોરનો કરવામાં આવતાં રાબેતા મુજબ વિઝિબિલીટી મળતાં ફલાઇટ રેગ્યુલર શરૂ થઈ હતી. એરપોર્ટ પર રનવેની પહોળાઇ ઓછી હોવાના કારણે વિઝિબિલીટી ફલાઇટ રૂલ્સ (VFR) ના આધારે લેન્ડીંગ થાય છે.

જો રનવે પહોળો થાય તો ઇન્સ્ટ્રુમેન્ટ ફલાઇટ રૂલ્સ (IFR) એટલેકે, ટેક્નિકલ મશીનરીના આધારે વિમાન ઉતરાણ કરે. જેમાં ઓછી વિઝિબિલીટી હોય તો પણ વિમાન ઉતરી શકે. કેશોદ એરપોર્ટ ઓથોરીટી દ્વારા હવાઈ પટ્ટી પહોળી કરવા આસપાસની જમીન સંપાદન કરવા સરકારમાં દરખાસ્ત મૂકાઇ ગઇ છે. જેને જેટલી જલદી મંજૂરી મળશે તેટલું હવાઈ પટ્ટી પહોળી કરવાનું કામ વહેલું શરૂ થશે. 2 દિવસ પહેલાં વડાપ્રધાને જૂનાગઢમાં આ એરપોર્ટને ઈન્ટરનેશનલ કક્ષાનું બનાવી કાર્ગો વિમાન ચાલુ કરી કેરી સહિતની ફળફળાદીની નિકાસ કરવા વાત કરી હતી. ત્યારે આ એરપોર્ટને જોઈતી જરૂરી સુરક્ષા અને સુવિધાઓ માટે સ્થાનિક પ્રસાશન અને મંત્રીઓએ અંગત રસ લેવો પડશે એ નક્કી.

અન્ય સમાચારો પણ છે...