હાઇકોર્ટનો આદેશ:આત્મહત્યા કરનાર પુત્રીને ન્યાય અપાવવા ભટકતા પિતા

કેશોદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કેશોદના શેરગઢ ગામની ઘટના
  • ફરિયાદ લઈ શકાતી હોય તો લેવા હાઇકોર્ટનો આદેશ

કેશોદનાં શેરગઢ ગામે 1 વર્ષ પહેલાં એક યુવતીએ ઝેરી પદાર્થ પી આત્મહત્યા કરી લીધી હતી. યુવતીના મોત બાદ તેમના ઘરેથી એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો. આ મોબાઇલ ફોનમાં એક યુવક દ્વારા યુવતીને આત્મહત્યા કરવા ઉશ્કેરણીજનક મેસેજ કર્યા હોય તેવું જણાય આવ્યું હતું. આથી યુવતીના પિતાએ તેણીનાં આત્મહત્યા બાદ પુરાવા તરીકે મોબાઇલ ફોન લઇ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ કરવા પહોંચ્યાં હતાં.

પરંતુ પોલીસ દ્વારા કોઇ કારણોસર ફરીયાદ નોંધવામાં આવી ન હતી. આથી પિતાએ હાઇકોર્ટમાં પીટિશન દાખલ કરી હતી. જેનાં ચુકાદામાં હાઇકોર્ટે કાયદા પ્રમાણે જો ફરિયાદ લઇ શકાતી હોય તો લેવી તેવો આદેશ કર્યો હતો. જો કે હાઇકાેર્ટના આદેશના 28 દિવસ બાદ પણ પોલીસે ફરીયાદ ન લેતાં યુવતીનાં પિતા પોતાની દીકરીને ન્યાય અપાવવાં દર-દર ભટકી રહ્યાં છે.

પિતા સ્થાનિક કોર્ટનું શરણ લેવા મજબુર
રાજકોટનાં એડવોકેટ સંજય પંડિત દ્વારા જણાવાયું કે, હાઇકોર્ટે પોતાનાં આદેશમાં કાયદા મુજબ ફરીયાદ થતી હોય તો લેવી. પરંતુ શા માટે ન લેવી તે અંગે કોર્ટે કોઇ કારણ કે સમય મર્યાદા માંગી ન હોવાથી ફરીયાદ શક્ય નથી. હવે યુવતીનાં પિતા પોલીસ ફરીયાદ કરવા માંગતાં હોય તો સ્થાનીક કોર્ટનું શરણ લઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...