તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદનપત્રો:આપનાં નેતા સામે હત્યાના પ્રયાસની કલમ ન હટાવાય તો ઉગ્ર આંદોલન

માળિયા હાટીના, માણાવદર,કેશોદ,ગડુએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ, માળિયા, માણાવદર, કેશોદ, ગડુમાં આપના સમર્થનમાં આવેદનપત્રો અપાયા

વિસાવદર પોલીસ સ્ટેશનમાં આમ આદમી પાર્ટીના પ્રવિણભાઈ રામ સામે લગાવેલી હત્યાના પ્રયાસની આઇપીસી 307 ની કલમ પછી ખેંચવાની માંગણી સાથે ઠેર ઠેર વિરોધ ઉઠી રહ્યો છે. આ મામલે આવેદનપત્રો અપાઇ રહ્યા છે.

માળિયા હાટીના મામલતદારને અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું છેકે, વિસાવદરના લેરિયામાં લોખંડના પાઇપ અને અન્ય હથિયારો વડે હુમલો કરાયો હતો. તેમ છતાં પ્રવિણભાઇ રામ ઉપર વિસાવદર પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસની કલમ લગાડાઇ છે. એ પછી ખેંચવામાં આવે. આ તકે ક્રિશ્નાભાઈ વાળા, જાદવભાઈ વાળા, સતીષભાઇ રામ, અરવિંદભાઈ રામ, કાંતિભાઈ કાલરિયા, કાનાભાઈ રામ, રામભાઈ એમ. વાળા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

કેશોદમાં તાલુકાના ઓબીસી, એસસીએસટી એક્તા મંચના એમ. વી. કરંગિયા અને રાજુ મોકરિયાની આગેવાની હેઠળ ટીમે એવી દલીલ સાથે આવેદન અપાયું કે, જ્યારે આપના આગેવાન ઇસુદાનભાઈ ગઢવી, મહેશભાઈ સવાણી અને પ્રવીણભાઈ રામ ઉપર હુમલો થયો ત્યારે આ ત્રણેય આગેવાનમાંથી એકપણ ગાડીમાંથી નીચે ઊતર્યા ન હતા. તેમ છતાં પ્રવિણભાઈ રામ ઉપર 307 ની કલમ લગાડવામાં આવી છે. જે દુર કરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલ કરાશે.

માણાવદરના યુવાનો દ્વારા પણ મામલતદારને આવેદનપત્ર પાઠવી પ્રવિણ રામને ન્યાય આપવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. જૂનાગઢમાં પ્રવિણ કાંબલીયા, પ્રતાપ વાળા, રવિ જાખોત્રા, ધવલ નંદાણીયા, કલ્પેશ જોગલ સહિતનાએ આવેદનપત્ર પાઠવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...