તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:કેશોદ પંથકમાં વિજ ધાંધિયા, બીલ ન ભરવા ખેડૂતોની ચીમકી

કેશાેદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેન્ટેનન્સ ન થતું હાેવાનાે આક્ષેપ, વપરાતા સાધનાેના તપાસની માંગ

કેશાેદનાં માંગરાેળ રાેડ પર માેટી ઘંસારી 66 કેવી સબ સ્ટેશન આવેલું છે. આ સબ સ્ટેશન હેઠળ 3100 ખેડુતાેના વીજ કનેક્શન આવેલાં છે. આ વિસ્તારમાં વારંવાર વીજ પુરવઠાે ખાેરવાતાે હાેય ખેડુતામાંથી ફરિયાદ ઉઠી છે. આ અંગે ખેડુતાેના પ્રશ્નાેને સરકાર સુધી પહાેંચાડવા ભરતભાઇ લાડાણીના આગેવાની હેઠળની તાલુકા ખેડુત પુત્ર હીતરક્ષક સમિતી મેદાને ઉતરી છે.

આ સમિતી દ્વારા મુખ્યમંત્રી અને ઉર્જામંત્રીને પત્ર લખી વીજ પુરવઠાે સમયસર મળી રહે તેવી માંગ કરી છે. ખેડુત સમિતીએ આ પત્રમાં વીજ કંપની પર આક્ષેપ કરતાં જણાવ્યું કે, તા 8 જુનના રાેજ 8 કલાકમાં 9 વખત પાવર ટ્રીપીંગ થયું હતું. છેલ્લાંં 1 વર્ષ કરતાં વધુ સમયથી વીજ કંપનીએ મેન્ટેનન્સ કામગીરી હાથ ધરી નથી જેના કારણે ખેડુતાે પાકને સમયસર પાણી આપી ન શક્તાંં પાકને નુકસાન થાય છે, તેમજ વારંવાર વીજ પુરવઠાે ખાેરવાતા કિંમતી ઇલે. માેટર સહિતના વીજ ઉપકરણાેને માેટું નુકસાનથયું છે.

તુરંત રીપેરની કામગીરી હાથ ધરાઇ
કેશાેદ ગ્રામ્ય 2 પીજીવીસીએલ નાયબ ઇજનેરે જણાવ્યું હતુ઼ કે, વીજ કર્મીઓ નિયમીતપણે મેન્ટેનન્સ કરે છે. ફાેલ્ટ સર્જાતાં ખેડુતાે જાણ કરે કે તુરંત રીપેરની કામગીરી હાથ ધરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...