તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખો પ્રયોગ:પર્યાવરણ દિવસે કેશોદમાં અનોખો પ્રયોગ, દર્દીઓ અને કોરોના રસી મૂકાવનારને તુલસીના છોડનું વિતરણ

કેશોદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
માળિયા હાટીનાના અમરાપુર સ્મશાનગૃહ ખાતે આગાખાન ગ્રામસમર્થન કાર્યક્રમ ( ભારત) ગડુ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
માળિયા હાટીનાના અમરાપુર સ્મશાનગૃહ ખાતે આગાખાન ગ્રામસમર્થન કાર્યક્રમ ( ભારત) ગડુ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

કેશોદ, વડાલ, માળિયા, સુત્રાપાડા | સામાજીક વનીકરણના ગિર સોમનાથ ડિવીઝનની કેશોદ રેન્જમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમીત્તે જુદા જુદા 3 સ્થળે વૃક્ષ વિત્તરણ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સિવીલ હાેસ્પિટલ ખાતે કોરોના વોરિયર્સના હસ્તે હોસ્પિટલે આવનાર દર્દીઓ તેમજ વેક્સિનેશનમાં સામેલ લાભાર્થીઓના આરોગ્યને ધ્યાને રાખી તુલસીના રોપાનું વિત્તરણ કરાયું હતું. તેમજ સાેંદરડા સાર્વજનીક પ્લોટ, શેઢાપાળાની જગ્યા તેમજ વાવાઝાેડાથી ધારાસાયી થયેલા વૃક્ષ નજીક વૃક્ષારોપણ કરાયું હતું.

સુત્રાપાડામાં વિવિધ જગ્યાઓએ 300 વૃક્ષોનું વાવેતર કરાયું હતું. આ તકે પૂર્વ મંત્રી જશાભાઇ બારડની ઉપસ્થિતીમાં તમામે દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવે અને તેનું જતન કરે એવા શપથ પણ લીધા હતા.

વડાલમાં દોમડીયા હાઇસ્કુલ ખાતે વન કર્મચારીઓ અને અરવિંદભાઇ ઘરડેશિયાની ઉપસ્થિતીમાં વૃક્ષારોપણ કરાયું હતું.

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વન વિભાગનાં સહયોગથી કેશોદમાં 250થી વધુ કોરોનાનાં દર્દીઓ અને કોરોનાની રસી મુકાવવા આવેલા લોકોને કોરોના વોરિયર્સ દ્વારા તુલસીનો છોડ અપાયો હતો.

​​​​​​

કેશાેદમાં 181 અભયમ મહિલા હેલ્પલાઈન અને પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર સ્ટાફ દ્વારા ડીવાયએસપી જે. બી. ગઢવીના સહયોગથી વૃક્ષારોપણ કરાયું હતું. આ તકે અન્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

આ કામગિરીમાં આરએફઓ જી. પી. સુહાગિયા, વનપાલ એસ. પી. વૈશ્નવ, ઇન્ચાર્જ વનપાલ ડી. બી. જાેટવા, ડી. કે. તોલાણી અને સ્ટાફ હાજર રહ્યો હતો. આ ઉપરાંત કેશોદમાં 181 અભયમ્ મહિલા હેલ્પલાઈન અને પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર સ્ટાફ દ્વારા કેશોદ ડિવાયએસપી કચેરી ખાતે ડિવાયએસપી જે. બી. ગઢવી ના સહયોગથી વૃક્ષારોપણ કરાયું હતું. માળિયા હાટીનાના અમરાપુર (ગિર) ના સ્મશાન ગૃહ ખાતે આગાખાન ગ્રામસમર્થન કાર્યક્રમ (ભારત) ગડુ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ તકે વનવિભાગના મકવાણા અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા એરિયા મેનેજર હસમુખભાઈ પટેલે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. સુત્રાપાડા ચીફ ઓફિસર અને કર્મચારીઓ દ્વારા સુત્રાપાડામાં વિવિધ સ્થળે 300 વૃક્ષોનું વાવેતર કરાયું હતું. આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડની ઉપસ્થિતીમાં તમામે શપથ લીધા હતા કે, દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવે અને તેનું જતન કરે’.

અન્ય સમાચારો પણ છે...