તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:લવજેહાદ કાયદો અમીર કે ગરીબ માટે નથી એ સમજી જજો : પાટીલ

કેશોદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રામ મંદિર નિધીમાં 1600 કરોડ એકઠા કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યાનો ઉલ્લેખ
  • ભાજપ પ્રદેશ પ્રમુખની કોડીનારમાં બાઇક રેલી અને જાહેરસભા

સોરઠમાં આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે કોડીનાર અને કેશોદમાં સભા યોજી હતી. જેમાં તેમણે સ્થાનિકને બદલે રાષ્ટ્રિય મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. બંને સ્થળે આગામી દિવસોમાં કોરોના ફરી માથું ઉંચકે તો નવાઇ નહીં એ હદે સોશ્યલ ડિસ્ટન્સીંગના ધજાગરા ઉડ્યા હતા.

કોડીનારમાં પાટીલે બાઇક રેલી બાદ સભા યોજી હતી. જેમાં મોદીના નામે મત માંગ્યા હતા. તેમાં જણાવ્યું હતું કે, મોદી અમારૂં બ્રહ્માસ્ત્ર છે. નાની મોટી ભૂલો મોદીનાં નામથી લોકો ભૂલી જાય છે. મોદી આવ્યા બાદ ભાજપ સક્ષમ બન્યું અને રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું. તો સ્થાનિક સુગર મિલોના પ્રશ્નને લઈને જણાવ્યું કે, આ મુદ્દાને આગળ વધારીશું. કોંગ્રેસનાં રાજમાં ખેડૂતો વ્યાજે પૈસા લેતા જમીન વેચતા. મોદી સરકાર ખેડૂતોના ખાતામાં દર વર્ષે 6 હજાર રૂપિયા જમા કરાવી રહી છે.

કેશોદમાં માંગરોળ રોડ પર કુંજબીહારી વાડી ખાતે સી. આર. પાટિલે લવ જેહાદ મામલે નિવેદન કર્યું હતું. તેમણે વડોદરામાં પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી નરેન્દ્ર રાવતે લવ જેહાદ મુદ્દે કરેલા નિવેદન અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, લવ જેહાદ કાયદો અમીર કે ગરીબ માટે નથી. એટલી જો સમજ પડી જાય તો ઘણું છે. તેમણે તા. 28 ના રોજ સૌથી વધુ મતદાન કરાવવા કાર્યકરોને અપિલ કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, વિદેશી પર્યટકો અગાઉ દેશમાં તાજમહેલ નિહાળતા, હવે વિશ્વનું સૌથી ઉંચું સરદાર વલ્લભભાઇનું સ્ટેચ્યુ પણ નિહાળે છે. પણ કોંગ્રેસીઓ નથી આવતા. કારણકે, તેને મેડમ અને પપ્પુનો ડર લાગે છે.

સુગર મીલ પ્રશ્ને કાળા વાવટા ફરકાવે એ પહેલા ધરપકડ
કોડીનાર તાલુકાના ખેડૂતો અને સુગર ફેક્ટરીના કર્મચારીઓ સુરપાલસિંહ બારડ, અજીતસિંહ ડોડિયા, શનિ બારડ, રણજીતસિંહ પરમાર, જગુભાઈ મોરી, દિપકભાઈ વાળા, વજુભાઈ ડોડિયા, હિરેનભાઈ વાળા અને મિતેષ ડોડિયાએ બંધ પડેલી સુગર ફેક્ટરીના પ્રશ્ને સી. આર. પાટીલનું કાળા વાવટાથી સ્વાગત કરવાનો કાર્યક્રમ રાખ્યો હતો. પણ પોલીસે તેની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...