માંગરોળ પંથકના નગીચાણા ગામે ગત ચોમાસામાં ગામના નવા પ્લોટ વિસ્તારમાં આવેલ મકાનોમાં વરસાદી પાણી ઘુસ્યા હતાં. આ પાણીનો કાયમી નિકાલ થાય તે માટે ગામના આગેવાનો અરજણભાઇ પીઠિયા, ભાવેશભાઈ પીઠિયા, વિક્રમભાઈ પીઠિયા, કરસનભાઈ, હુસેનખાન બેલિમ અકબરખાન બેલિમ તથા અન્ય આગેવાનોએ મળી પશુપાલન મંત્રી દેવાભાઈ માલમ તેમજ તાલુકા પંચાયત પ્રમુખને રજૂઆતો કરી હતી.
આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવું હોય તો ગટર બનાવવી પડે તે અનુસંધાને તાલુકા પંચાયતના સહયોગથી 15 માં નાણાપંચમાંથી 9 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ ગ્રાન્ટમાંથી પ્રા. શાળાની દિવાલથી જૂના તળાવ સુધીની ભૂગર્ભ ગટરનું કામ હાથ ધરાશે. જેથી વરસાદી પાણી ઘરમાં ધુંસી જવાના બનાવો થી છુટકારો મળશે. અત્રે નોંધનીય છે કે, ચોમાસામાં વરસાદથી પાણી મકાનોમાં ઘુસી જતાં હોઇ જેથી મકાનોને પણ નુકસાન થઇ રહ્યું હતું. આ અંગે લોકોએ પણ સ્થાનિક આગેવાનોને રજુઅાત કરી હતી. જે અંતે સફળ રહી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.