માગ:કેશોદ શહેરમાં રેલવે ફાટક પાસે સાંકડા ડાયવર્ઝનથી ટ્રાફિક સમસ્યા, લોકો હેરાન

કેશોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોખંડના ગડર લગાવવાની કરાઈ માંગણી, પેશકદમી હટાવવી પણ જરૂરી

કેશોદ ના ચાર ચોક રેલવે ફાટક પર અન્ડરબ્રીજ બનાવવા કાર્યવાહી શરૂ કરાઈ છે. જેને લઈ રેલવે ટ્રેકના પૂર્વ તરફ પમ્પીંગ સ્ટેશન થી લઈ બુદ્ધ પ્રતિમા સુધી રસ્તાને બંધ કરી દેવાયો છે. અને તેના માટે ગાંધીનગર વિસ્તાર અને પ્રભાત નગર વિસ્તારમાંથી ડાઇવર્ઝન અપાયું છે.

હવે જયારે રેલવે ફાટકની બંને બાજું લોખંડના ગડર હટાવી લેવાયાં હોય, ડાયવર્ઝન રસ્તાઓ સાંકળા હોય ભારે વાહનો પસાર થતાં ટ્રાફીક જામ ના દ્રશ્યો સર્જાય છે. તેમજ આ ડાયવર્ઝન રસ્તાઓ પર ધંધાર્થીઓ દ્વારા પેશકદમી કરવામાં આવી હોય વાહન ચાલકો પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યાં છે.

જેને લઈ પૂર્વ તરફ વસવાટ કરતા લોકો પાલીકાની કાર્ય પદ્ધતિ થી નાખુશ છે. રોષપૂર્વક જણાવ્યું કે અન્ડરબ્રીજ બનાવતાં પાલીકા અને કોન્ટ્રાક્ટર કંપનીએ સાથે મળી લોકોને અવર જવર કરવા મુશ્કેલી ન પડે તે રીતે પૂર્વ આયોજન કરવાની જરૂર હતી. હવે જયારે આ વ્યવસ્થા કરવામાં આવી ન હોય ટ્રાફિક જામ થતાં લોકોએ રેલવે ફાટકની બન્ને બાજુ લોખંડના ગડર લગાવી જાહેરનામાનું પાલન કરાવવામાં આવે, શક્ય હોય તો રેલવે તંત્ર સાથે બેઠક યોજી ફાટકની બાજુમાંથી ચોમાસા સુધી રાજમહેલ તરફ વધારાનો રસ્તો બનાવી ટ્રાફિક હળવો કરવામાં આવે, ડાયવર્ઝન રસ્તાઓ પર ધંધાર્થીઓ દ્વારા કરવામાં આવેલ પેશકદમી હટાવવામાં આવે તેવી માંગ કરી રહ્યાં છે.

આવેદન પાઠવાશે: વેપારી
કેશોદ રેલવે ફાટક પર અન્ડરબ્રીજ બનતાં ડાયવર્ઝન રસ્તાઓ પર ટ્રાફીક જામ ન થાય તેવી કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે પૂર્વ તરફના સોસાયટી ધારકો તંત્રને આવેદન આપશું તેમ વેપારી ગોવિંદભાઈ મિયાત્રા એ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...