ધરપકડ:કેશોદમાં મોબાઈલ ટાવરના કેબલની ચોરી કરનાર ત્રણ શખ્સ ઝડપાયા

કેશોદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ​​​​​​પોલીસે બાઈક સહિત 61,000નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધ્યો

કેશોદ પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ પહેલા રૂ.92,282ની કિંમતનાં 400 મીટર મોબાઈલ ટાવરનાં કેબલની ચોરી થઈ હતી.

પોલીસે તપાસ હાથ ધરી હતી અને કેવદ્રા ગામનાં નિકુંજ હરસુખભાઈ લાડાણી, રાજ જગદીશભાઈ મેઘનાથી અને એકલેરાના પથુ બચુભાઈ સીસોદીયાની સંડોવણી હોવાનું બહાર આવતા ઈન્ચાર્જ પીઆઈ કે.એસ. ડાંગર, જે.એ.શામળા, કનકભાઈ બોરીચા, કિરણભાઈ ડાભી, રણજીતભાઈ ડાંગર, રઘુવીરસિંહ સીસોદીયા, રાજેશભાઈ ચોચા, દિલીપભાઈ પરમાર સહિતનો સ્ટાફ બાતમીનાં આધારે આ ત્રણેય શખ્સોને ઝડપી લીધા હતા અને 200 મીટર કેબલ, બાઈક મળી રૂ.61,000નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધ્યો હતો. અને રીમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...