ટ્રાફીક જામ:કેશોદ ચાર ચોક ફાટક બંધ થતા 15 મીનીટમાં હજારોનો ધુમાડો

કેશોદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાયરલ અન્ડરબ્રીઝનો નકશો સાચો કે ખોટો : અવઢવ
  • 7 વર્ષમાં નેતાઓ ઉકેલ ન લાવી શક્યા, સ્પષ્ટતાની માંગ

કેશોદ શહેરની મધ્યમાં આવેલ ચારચોક નજીકથી ટ્રેન પસાર થતાં રેલવે ફાટક બંધ થઈ જાય છે. જેના કારણે આ રસ્તો 15 મિનીટ બંધ થાય છે. જે સમસ્યાનાં નિરાકરણ માટે અન્ડરબ્રીઝ કે ઓવરબ્રીઝ બનાવવા માટે વર્ષોથી લોકો માંગણી કરી રહ્યાં છે. પરંતુ આગેવાનો અને તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાતી નથી.આ ફાટક દિવસમાં 15 વખત બંધ થતી હોય. બંને સાઈડ પરનાં લોકોનો દરરોજ દોઢથી બે કલાકનો સમય વેડફાય છે. અને ટ્રાફીક જામના દ્રશ્યાેે પણ સર્જાય રહ્યાં છે. જેની અસર જૂનાગઢ-વેરાવળ રોડ પર પણ પડે છે. જેના કારણે હજારોનાં પેટ્રોલ-ડિઝલનો ધુમાડો થઈ રહ્યો છે.

આ બાબતે આગેવાનો ધ્યાન દેતા નથી અને ચૂંટણી સમયે આ મુદ્દાને સોશ્યલ મિડીયાનાં માધ્યમથી ચગાવી દેવામાં આવે છે. પાલિકાની ચૂંટણી પૂર્વે પણ સોશ્યલ મિડીયામાં ખોટી માહિતી વહેતી થતા વેપારીઓ ગેરમાર્ગે દાેરાયા હતાં. જેથી સાંસદ, ધારાસભ્ય અને સરકારનાં પ્રતિનિધીઓ ચૂંટણીનો મુદ્દો બનાવવાનાં બદલે આ પ્રશ્નનું ક્યાંરે નિરાકરણ આવશે તેની સ્પષ્ટતા કરે એવી પણ લોકોમાં માંગ ઉઠવા પામી છે.

વાયરલ પત્રાેમાં વિસંગતત્તા
21 જાન્યુ. 2021 ના માર્ગ અને મકાન વિભાગ 20/21 કેન્દ્ર સરકાર 50 ટકા રાજ્ય સરકાર 50 ટકા ગ્રાંટ, કેશાેદ-મેદરડા રાેડ પર 101 રેલ્વે ક્રાેસીંગ અન્ડરબ્રીઝ બનાવવા 50 કરોડ સેદ્ધાન્તિક મંજુરી, 3 ઓક્ટો. 2020 ના માર્ગ અને મકાન વિભાગનાે મુખ્ય ઇજનેર મા.મ. અને સચિવને પત્ર જેની નકલ ધારાસભ્યને 22 કરોડની સૈદ્ધાંન્તિક મંજુરી અંગેનાે પત્ર.

જીયુડીસીને કામગિરી સોપાયાનું ફોનમાં જણાવ્યું
રેલ્વે ફાટકની કામગીરી જીયુડીસી દ્વારા કરવામાં આવનાર છે તેનાે નકશાે પણ તેમની પાસે હાેવાનું અને તે નકશાે અમે જાહેર ન કરી શકીએ તેવું ફાેન પર જણાવ્યું હતું. જીયુડીસી સાઇટ પર આ ટેન્ડરની કિંમત 18.97 કરાેડ આંકવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...