ખેડૂતોને નુકશાન:ઘેડમાં પાકો પાળો ન બનતાં હજારો વિઘા જમીન ધોવાઈ

કેશોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંત્રએ રૂપિયા 24.96 લાખ મંજૂર કર્યા હતા પરંતુ કામ ન થતા ખેડૂતોએ કાચા પાળા બાંધવાની ફરજ પડી હતી 'ને તૂટી ગયા

કેશોદ પંથકમાં આવેલ ઓઝત નદી કાંઠાના ગામડાઓમાં વારંવાર માટીના પાળા તૂટવાની ઘટના બનતાં તંત્ર દ્વારા નુકશાની અટકાવવા કોઈ કાર્યવાહી કરાતી ન હોય તેથી ખેડૂતોએ પારાવાર નુકશાની ભોગવવી પડી રહી છે. જેનો રોષ ડે. ક્લેકટરને આવેદન આપતી વખતે ખેડૂતોમાં જોવા મળ્યો હતો. આ ઘટનામાં ખેડૂતોએ આવેદનમાં ઓઝત નદી ઉડીં-પહોળી કરવા, નદી કાંઠે પાકી સંરક્ષણ દિવાલો બનાવવા, વોકળાં ખુલા કરવા, નુકશાનીનું વળતર ચૂકવવા માંગ કરી છે.

આ અંગેની મળતી વિગત મુજબ કેશોદના બામણાસા અને બાલાગામ તેમજ માણાવદરના મટીયાણા ગામે ઓઝત નદી પર પાળા તૂટવાની ઘટના બનતાં ખેતીની હજારો વિધા જમીન પાણીમાં ગરકાવ થઈ હતી. આમ ઉપરવાસમાં થતાં વરસાદ અને ડેમમાંથી છોડવામાં આવતાં ધસમસતાં પાણી માટીના પાળા તોડી હજારો વિધામાં ફરી વળે છે જેથી ખેડૂતોની જમીનનું ધોવાણ થવું, પાક નિષ્ફળ જવો, રહેણાંક મકાનમાં પાણી ધુંસી જતાં રહેવું મુશ્કેલ, માલ ઢોર તણાઈ જવા, તેના માટે ધાસચારો નાશ પામવો જેવી મોટી નુકશાની થવા પામે છે.

તેથી સરકાર કાયમી ઉકેલ લાવે તેવી માંગ કરી છે. આથી કેશોદ તાલુકાનાં બામણાસા, બાલાગામ, સરોડ, અખોદર, પંચાળા સહિત આસપાસ 10 ગામના ખેડુત આગેવાનો, આમ આદમી પાર્ટીના પ્રવિણભાઈ રામ, કરસનભાઇ સોલંકી, પ્રવિણ પટેલ સહિતના તાલુકાભરના સદસ્યોએ સુત્રોચ્ચાર કરી ડે. ક્લેક્ટરને પાઠવ્યું હતું.

કારોબારી બોલાવવામાં વિલંબ કરાયો !
કેશોદના બામણાસા ઘેડમાં ગત વર્ષે ઓઝત નદીનો પાળો તૂટતાં તેને પાકો બનાવવા તંત્રએ 12મેના રોજ 24.96 લાખ મંજૂર કર્યા. પરંતુ કોઈ લાલચે જિલ્લાના એક રાજકીય આગેવાને ખટરાગ રાખતાં કારોબારી બોલાવવા વિલંબ કરી વાર્ષિક ટેન્ડરની કાર્યવાહી ન કરી તેથી આ પાળો બનાવવામાં વિલંબ થયો ચોમાસું માથે આવતાં ખડૂતે માટીનો પાળો બનાવી નાખ્યો. જે તૂટતાં ખેડૂતોને કરોડો રૂપિયાની નુકશાની ભોગાવવાનો વારો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...