તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:1 વર્ષમાં તૂટેલો પાળો ન બંધાતા હજારો એકરમાં પાણી ફરી વળશે

કેશોદ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ચોમાસું નજીક, ઓઝત નદી ઉપરનાે પાળાે બાંધવાના ઠેકાણાં નથી, ઘેડના ખેડૂતોની ચિંતા વધી
 • કેશોદના બામણાસા ઘેડમાં મગફળીનો પાક નિષ્ફળ જવાની ભિતી

કેશોદના બામણાસા ઘેડ ખાતે ગત વર્ષે અતિભારે વરસાદથી ઓઝત નદી ગાંડીતૂર બની હતી. જેના કારણે પરબતભાઇ હાજાભાઇ કરંગિયાની જમીનના કાંઠે આવેલો ઓઝત નદીનો પાળો તૂટી ગયો હતો. અને આસપાસના અનેક ગામો લાંબો સમય સુધી જળબંબાકાર બન્યા હતા. આ ઘટનામાં જમીનનું ધોવાણ થવાની સાથે હજારો એકરમાં મગફળીનો પાક નિષ્ફળ ગયો હતો. આ સમગ્ર ઘટનાના રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. જેને લઇ રાજકિય નેતાઓ ઘટનાસ્થળની મુલાકાતે આવતા હતા.

અને બંધ વહેલી તકે બંધ બાંંધવાની સરકારમાં રજૂઆતો પણ કરતા હતા. આથી ક્ષાર અંકુશ વિભાગના કાર્યપાલક ઇજનેરે ઘટનાસ્થળની મુલાકાત લઇ ડિઝાઇન પણ તૈયાર કરી હતી. પરંતુ બન્યું એવું કે, આ કામગીરી 43 લાખમાં કરવાની થતી હતી. અને તે 50 લાખથી નીચેના એસ્ટીમેટમાં હોઇ આ કામનો હવાલો જીલ્લા પંચાયતને સોંપી દેવાયો હતો. જે કામ ચોમાસા પહેલાં કરવું ફરજિયાત હતું એ બન્ને કચેરીઓની ઢિલી નિતીને લીધે અગત્યનો મુદ્દો જ ભૂલી જ ગયા.

આ મુદ્દે રાજકિય આગેવાનો મત તો મેળવી ગયા. પણ ચાેમાસું નજીક આવતાં ખેડૂતો આજ રાજકીય આગેવાનોને સુવા નહીં દે એવો માહોલ ખડો થવા જઇ રહ્યો છે. જાે ચોમાસા પહેલાં ઓઝત નદીનાે 100 મીટર તૂટેલો બંધ બાંધવામાં નહીં આવે તો અનેક ગામડાની હજારો એકર જમીનમાં પાણી ફરી વળશે અને ખેડુતો મગફળીનો પાક નહીં લઇ શકે.

ઓઝત નદીનું પાણી ન સુકાતા સોઇલ ટેસ્ટ મોડો થયો
ઓઝત નદીનું પાણી ન સૂકાતાં સોઇલ ટેસ્ટ મોડો થયો. આ ટેસ્ટ થતાં નદી પરના પાળાની ડિઝાઇન રીવાઇઝ થઇ છે. એસ્ટીમેટમાં પણ થોડો ફેરફાર થયો છે. ચોમાસું શરૂ થાય તે પહેલાં આ કામ પૂરું થાય તેવા અમે પ્રયત્નો કરીએ છીએ. - રોહિત ખાંભલા, ઇન્ચાર્જ ડે. ઇજનેર, જિ.પં. ઇરીગેશન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો