ઘેડ જળબંબાકાર:3 ગામના 4 ખેડૂતના પાળા તૂટતાં હજારો એકર જમીન પાણીમાં

કેશોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉપરવાસમાં વરસાદને લીધે ઘેડ જળબંબાકાર, પાકને મોટા પાયે નુકસાન : ઓઝત નદીને ઉંડી અને પહોળી કરવા માંગ

કેશોદ તાલુકામાં આવતા ઘેડ પંથકમાં ઉપરવાસમાં વરસાદને કારણે જળબંબાકાર સર્જાયું છે. ઓઝત નદીમાં ઘોડાપૂર આવતાં બામણાસા ઘેડ ગામે ખીમાણંદભાઇ જગમાલભાઇ કરંગિયા, દેવાણંદભાઇ વેજાણંદભાઇ બોરખતરિયા, મટિયાણાના પરબતભાઇ પીઠિયા, બાલાગામમાં રામસિંહ લખુભા સોલંકી તેમજ આજુબાજુમાં મળી કુલ 4 ખેડુતોએ બનાવેલા પાળા તૂટતાં ઘેડ પંથકની હજારો એકર જમીન પાણીમાં ગરકાવ થઇ હતી. જ્યારે બામણાસા ગામના સરપંચ પુત્રએ ઘેડ પંથકની પરિસ્થિતી ખરાબ હોઇ તંત્રએ બચાવ કાર્ય કરવા ખડેપગે રહેવાનું કહેતાં.

ડે. કલેક્ટર, મામલતદાર, ટીડીઓ દ્વારા એનડીઆરએફની ટીમને સ્ટેન્ડબાય રાખવા આદેશ કરાયા હતા. ઘેડના ગામડાઓમાં ઓઝત નદી સાંકડી બનતાં દર વખતે પાળા તૂટવાની ઘટના બને છે. ત્યારે નુકસાન પામેલા ખેડૂતોની મુલાકાતે આવતાં અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ રાજકીય આગેવાનોને ગામલોકો એક જ રજૂઆત કરતા હોય છે કે નદીને ઉંડી અને પહોળી બનાવાય. આ મુદ્દાને ધ્યાને લઇ ગત વર્ષે પોરબંદર સાંસદ રમેશભાઇ ધડુકે સંસદમાં આ મુદ્દાને રજૂ કર્યો હતો. ઉપરાંત ધારાસભ્ય દેવાભાઇ માલમને ખેડુતોએ રજૂઆતો કરી છે. હજુ તો સરકાર દ્વારા ગત વર્ષે તૂટેલા પાળાને 43 લાખના ખર્ચે નવો બનાવી અપાયો. ત્યાંજ બાજુના ખેતરનો કાચો પાળો તૂટી જતાં આસપાસના ગામોની હજારો એકર જમીનમાં પાણી ફરી વળતાં પાકને નુકસાન થવાની સંભાવના છે.

એનડીઆરએફ, ટીડીઓ બામણાવાસ ઘેડ પહોંચ્યા
વધુ એક પાળો તુટતા ખેડૂતોનાં ખેતરમાં પાણી ઘુસ્યા હતા. કેશોદ ટીડીઓ, એક એનડીઆરએફની ટીમ બામણાસા ઘેડ ખાતે પહોંચી કામગીરી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...