તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:કેશોદના સોંદરડા GIDCના 4 કારખાનામાં ચડ્ડી બંનીયાનધારી તસ્કરોનો તરખાટ, 28 હજાર રોકડની ચોરી, ઘટના CCTVમાં કેદ

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચોરીની ઘટના CCTVમાં કેદ થઈ ગઈ - Divya Bhaskar
ચોરીની ઘટના CCTVમાં કેદ થઈ ગઈ
  • કારખાનાના માલિકે ચોરીની ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવી

દિવાળીની રજાના માહોલમાં ચડ્ડી બંનીયાનધારી તસ્કરો ચોરીની ઘટનાના અંજામ આપી રહ્યાં છે. કેશોદના સોંદરડા GIDCમાં બંધ કારખાનાને તસ્કરોએ ટાર્ગેટ બનાવીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. લૂંટારૂઓએ 28 હજારથી વધુની રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા અને ચોરીની આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી.

તસ્કરોએ બંધ કારખાનાને ટાર્ગેટ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો
તહેવાર ટાણે કેશોદના સોંદરડા GIDCમાં 4 કારખાનામાં ચડી બંનીયાનધારી ગેંગએ GIDCમાં આવેલા અલગ અલગ કારખાનામાં ચોરી કરી હતી. આ શખ્સોએ 4 કારખાનામાંથી 28 હજાર 570 રૂપિયાની ચોરી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તહેવારની સિઝનમાં ચોરીની આ ત્રીજી ઘટના સામે આવતા ભયનો માહોલ છવાયો છે. વેસ્ટર્ન ગ્લાસ એન્ડ એન્યુમીનીયમ કારખનાના માલિક જય શાપરાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ ચાર કારખાનામાં ચોરી થઈ

  • શ્રી વેણું ઈન્ડસ્ટ્રીઝમાંથી 2900 રૂપિયા
  • શ્રી કેશવ સિડ્સ ઈન્ડસ્ટ્રીઝમાંથી 6700 રૂપિયા
  • અલ્ટ્રા પ્લાસ્ટમાંથી 10 હજાર રૂપિયા
  • વેસ્ટર્ન ગ્લાસ એન્ડ એલ્યુમીનીયમમાંથી 15000 રૂપિયા

(પ્રવીણ કરંગીયા- કેશોદ)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો